Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સેવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબનો રપમાં વર્ષમાં પ્રવેશઃ ચક્ષુદાન-દેહદાનને વેગ અપાશે

રાજકોટ, તા.,૧૧: સ્વામી વિવેકાનંદજીના વિવેકાનંદજીના વિચારોને ધ્યાનમાં રાખી સેવા સંગઠન સહકારના ત્રિવેણી પાયા પર કાર્યરત બીન રાજકીય સેવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબ વિવેકાનંદ જયંતીના પવિત્ર દિવસે સેવા યાત્રાના ર૪ વર્ષ પુર્ણ કરીને રપમાં રજત જયંતી વર્ષમાં પ્રવેશ કરી રહી છે.

કોઇ પણ પ્રકારના નાત-જાત-ધર્મ-સંપ્રદાયથી પર રહીને સમાજ માટે કાંઇક કરી છુટવુ જોઇએ તેવી શુભ ભાવનાથી કાર્યરત વિવેકાનંદ યુથ કલબની સેવા પ્રવૃતીની નોંધ લઇને રાજય સરકાર દ્વારા ૨૦૦૧ ની સાલમાં રાજયના તત્કાલીન ગર્વનર સ્વ.શ્રી સુંદરસિંહજી ભંડારીના હસ્તે શ્રેષ્ઠ સેવા સંસ્થાનો એવોર્ડ એનાયત થયેલ.

સરકારી પ્રાથમીક તેમજ માધ્યમીક શાળાઓમાં અભ્યાસ કરતા છાત્રોનો સર્વાગી વિકાસ થાય તે માટે વિવિધ શારીરીક તેમજ બૌધ્ધિક સ્પર્ધાઓ, છાત્ર સત્કાર સમારંભ, વિનામુલ્યે નોટબુક વિતરણ, શ્રેષ્ઠ શિક્ષક સન્માન, શ્રેષ્ઠ શાળા એવોર્ડ, રાસ-ગરબા હરીફાઇ, પ્રવાસ પર્યટન, તહેવારોની ઉજવણી, દર ગુરૂવારે બાળકોને નાસ્તાનું વિતરણ બાળ મહોત્સવ, રમત-ગમત સ્પર્ધા સહીતના કાર્યક્રમો કરવામાં આવે છે.

તહેવારોમાં જરૂરીયાત મંદોને મીઠાઇ, ફરસાણનું વિતરણ, અનાજ-દવા સહાય, વિધવા બહેનોને સિલાઇ મશીન, વિકલાંગોને ટ્રાયસિકલ, દુકાળ, પૂર હોનારત, ધરતીકંપ સહિતની કુદરતી આપત્તિ વેળાએ સહાય, વિધવા, ત્યકતા, બહેનોને સરકારી યોજનાનો લાભ મળતો થાય, વૃદ્ધાશ્રમના વડીલો માટે યાત્રા પ્રવાસ સહિતની પ્રવૃતિઓ કરવામાં આવે છે.

સમયાંતરે વૃક્ષા-રોપણ-પર્યાવરણની જાળવણી, વડીલ વંદના , હેરીટેજ વોક, બાળ તંદુરસ્તી હરિફાઇ, સાક્ષરોનું સન્માન, કવિ સંમેલન સહિતની રચનાત્મક પ્રવૃતિઓ કરવામાં આવે તો ઉનાળાના ધોમધખતા તાપમાં ઉઘાડા પગે ફરતા બાંધવોના પગ ઠારવા ચંપલ વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ કરવામાં આવે છે.

કલા સાહિત્ય, સંગીત, પત્રકારીત્વ, રમત-ગમત, જનસેવા સહિતના ક્ષેત્રમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપનારા ઘરદીવડાઓનું પ્રતિષ્ઠિત રાજકોટ એવોર્ડ  આપીને સન્માનિત કરવામાં આવે છે.

અવાર-નવાર રકતદાન શિબિર યોજવામાં આવે છે. બ્લડ ગ્રુપમાં કેમ્પ, સેન્યુરીયન બ્લડ ડોનર અભિવાદન રકતદાતા સન્માન કાર્ય, કપલ રકતદાતા સન્માની પ્રવૃતિ કરવામાં આવે છે.

ચક્ષુદાન અને દેહદાન પ્રવૃતિ કરવામાં આવે છે. થેલેસેમિયાનો ભોગ બનેલા બાળકોના જીવનમાં આનંદનો ઉજાસ પારથવાનું કાર્ય થઇ રહેલ છે જે અંતર્ગત બાળકોને સરળતાથી રકત દવા ઇન્જેકશન  પંપ સહિતની સારવાર સરળતાથી મળે રહે તેવા પ્રયાસો કરાય છે. દર મહિને બાળકો માટે આનંદોત્સવ, રમત ગમત, પ્રવાસ પર્યટન, જાદુના શો, મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવે છે.

સંસ્થા દ્વારા ર૦ર૦ના વર્ષમાં સ્થાપનાના રજત જયંતિ વર્ષ નિમિતે રાજકોટ મહાનગરમાં ચક્ષુદાન, દેહદાનની પ્રવૃતિને વેગ મળે તે માટે સક્રિય પ્રયાસો કરવામાં આવશે અને આ માટે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવા સંકલ્પ કરાયો છે.

સંસ્થાની તમામ પ્રવૃતિમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના મુકેશભાઇ દોશી, રમેશભાઇ ઠકકર, જયંતિભાઇ પટેલ, હરીશભાઇ હરીયાણી, ધનશ્યામભાઇ ઠક્કર, કિરીટભાઇ સી. પટેલ, કિરીટભાઇ આદ્રોજા, રાજુભાઇ બાટવીયા, અનિલભાઇ શાહ, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, હરેશભાઇ પરસાણા, દિલીપભાઇ સોમૈયાનું તન-મન-ધનથી સમર્થન મળતું રહે છે.

સંસ્થાની પ્રવૃતિમાં સહભાગી બનવા માંગતા સ્વજનોએ સંસ્થાના અનુપમ દોશી ૯૪ર૮ર ૩૩૭૯૬ નો સંપર્ક સાધવા જણાવાયું છે.

સંસ્થાની પ્રવૃતિને વિસ્તૃત અને વેગવાન બનાવવા  પ્રવિણભાઇ ગોસ્વામી, અનુપમ દોશી, ઉપેનભાઇ મોદી, મીતલ ખેતાણી, દિનેશભાઇ ગોવાણી, હસુભાઇ શાહ, પરિમલભાઇ જોષી, જયેન્દ્રભાઇ મહેતા, રમેશ શીશાંગીયા, સુનિલ વોરા , નલિન તન્ના, હસુભાઇ રાચ્છ, ભાસ્કરભાઇ પારેખ, ડો. રવી ધાનાણી, જીતુભાઇ ગાંધી, પંકજ રૂપારેલીયા, દિલીપ સુચક, અશ્વિન ચૌહાણ, નયનભાઇ જાની, ડો. હાર્દિક દોશી, ગુણેન્દ્ર ભાડેલીયા, પારસ મોદી, રતિભાઇ કક્કડ કેતન મેસવાણી, પરેશ વોરા, અનિરૂદ્ધ પાઠક , કલ્પેશ વરાણી, પ્રતિક શાહ, મયુર સોમૈયા, હર્ષદ શાહ, મનસુખભાઇ મારૂ, પ્રતિક મહેતા, સંજય મહેતા, હરેશ લાખાણી,મહેશભાઇ જીવરાજાની વગેરે કાર્યરત છે.

(3:52 pm IST)