Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મ્યુ.કોર્પોરેશન દ્વારા I.T.I. તાલીમાર્થીઓ માટે ભરતી

એપ્રેન્ટીશશીપ યોજના હેઠળ ૨૩ ટ્રેડમાંભરતી કરાશે : સરકારી ધારા ધોરણ મુજબ ૫ થી ૬ હજારનું માસીક સ્ટાઇપેન્ડ અપાશે : ૧૮ જાન્યુઆરી સુધીમાં www.RMC.Gov.inવેબ સાઇટ ઉપર ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવી

રાજકોટ તા ૧૧  : મ્યુ. કોર્પોરેશન દ્વારા આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારો માટે વિવિધ ૨૩ જેટલા ટ્રેડમાં એપ્રેન્ટીશ તાલીમ માટે ભરતી પ્રક્રીયા શરૂ કરાઇ છે. આ માટે ૧૮ જાન્યુઆરી સુધીમાં આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારો પાસે ઓન લાઇન અરજીઓ મંગાવાઇ છે.

જાહેર થયેલ વિતો મુજબ રાજકોટ મહાનગરપાલીકા ખાતે એપ્રેન્ટીશ એકટ ૧૯૬૧ તથા સરકારશ્રીની 'મુખ્યમંત્રી' અપ્રેેન્ટીશ શીપ યોજના' હેઠળ નીચે મુજબની વિગતે વિવિધ ટ્રેડમાં ખાલી જગ્યાઓ ભરવા પ્રક્રીયા શરૂ કરાઇ છે. ઇચ્છુક ૈઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે  ઉમેદવારોએ તા. ૧૮ જાન્યુઆરી સુધીમાં ઓન લાઇન અરજી કરવાની રહેશે.

કુલ ૨૩ ટ્રેડમાં ભરતી છે જેમાં (૧) વાયરમેન,(ર)  મિકેનીક મોટર વ્હીકલ,(૩) પોગ્રામીંગ એન્ડ સીસ્ટમ એડમીનીસ્ટ્રેશન આસીસ્ટન્ટ, (૪) કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ, (પ) ફીટર,(૬) લાઇન મેન,(૭) ઇલેકટ્રીશીય,(૮) કારપેન્ટર, (૯) પ્લમ્બર,(૧૦) રેફ્રિજરેશન એન્ડ એરકન્ડિશનીંગ મીકેનીક,(૧૧) મિકેનીક ડિઝલ, (૧૨) ડ્રાફટસમેન (સિવીલ),(૧૩) ફોટોકલ્ચર આસીસ્ટન્ટ, (૧૪) ગાર્ડનર (માળી), (૧૫) કેડ કેમ ઓપરેટર કમ પ્રોગ્રામર, (૧૬) હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, (૧૭) સર્વેયર, (૧૮) વેલ્ડર (ઇલેકટ્રીક-ગેસ), (૧૯) લેબોરેટરી એટેન્ડન્ટ ઓપરેટર (કેમીકલ પ્લાન્ટ), (૨૦) પમ્પ ઓપરેટર,(૨૧) લાઇબ્રેરી આસીસ્ટન્ટ, (૨૨) પેઇન્ટર, (૨૩) કોલ સેન્ટર આસિસ્ટન્ટ (ફાયર અને ઇસમરજન્સીઝ શાખા માટે) વગેરેનો સમાવેશ થાય છે.

રાજકોટ મહાનગરપાલીકાની સ્થાયી સમિતીના ઠરાવ નં.૪૫ થી નોંધાયેલ છે. એપ્રેન્ટીશ તાલીમાર્થીઓને તાલીમ માટે રાખવા અરજીઓ મંગાવવામાં આવે છે. નિયત પાત્રતા ધરાવતા ઉમેદવારોને મેરીટના અગ્રતાક્રમ મજબ આલી જગ્યા પર તાલીમ માટે રાખવામાં આવશે. સમયાંતરે ખાલી પડતી જગ્યાઓ પર મેરીટ મુજબ વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરીને એપ્રેન્ટીસોને તાલીમ માટે રાખવામાં આવશે.

ઉમેદવારોએ ફકત ઓનલાઇન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોકયુમેન્ટસની સ્વપ્રમાણીત નકલ જોડીને આસી. મેનેજરશ્રી મહેકમ શાખા, રૂમ નં.૧, બીજા માળે રાજકોટ મહાનગરપાલીકા, ઢેબરભાઇ રોડ, રાજકોટ ૩૬૦૦૦૧ ના સરનામે પોસ્ટ મારફતે અથવા રૂબરૂમાં તા. ૨૪ જાન્યુઆરી સુધીમાં કચેરી સમયમાં (સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦) મોકલાવી આપવાની રહેશ.

સબંધિત ટ્રેડમાં ફકત આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ કોઇપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલીકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીશશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહીં.

ઉમેદવારોએ અગાઉ એપ્રેન્ટીશશીપ કરેલ નથી તે અંગેનું બાહેંધરી પત્રક રાજકોટ મહાનગરપાલીકાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી પત્રકમાં દર્શાવેલ વિગતો ભરી અરજી સાથે મોકલવાનું રહેશે.

પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.

(3:51 pm IST)