Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

કાલે શાળાનં.૬૯માં રકતદાન કેમ્પ

રાજકોટઃ માં ફાઉન્ડેશન સૌરાષ્ટ્ર વિકાસ  પરીષદ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ અને એકતા ગ્રુપ દ્વારા કાલે તા.૧૨ના રવિવારે સવારે ૧૦ થી ૨ શાળા કમ્રાંક ૬૯ સ્વામીનારાયણ ચોક રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાના પ્રમુખ નયનાબેન ગોહીલ અને ઉપપ્રમુખ નારણભાઇ બોળીયા અને સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ રાજકોટના પ્રમુખ અને સંસ્થાના ખજાનચી રાજેશભાઇ ગોંડલીયા તેમજ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ મહેશભાઇ નગદીયા તેમજમાં ફાઉન્ડેશનના સંસ્થાના મંત્રી હંસાબેન સાપરીયા ટ્રસ્ટીશ્રીઓ નીતાબેન નકુમ, દિવ્યાબેન ચૌહાણ, જયેશભાઇ પરમાર, નરસિંહભાઇ સાચોટીયા, પદ્માબેન ચૌહાણ જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:31 pm IST)