Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પાંચ વોર્ડમાં પાણીકાપથી ગૃહીણીઓમાં દેકારો

ટાંકાની સફાઇના કારણે આજે વોર્ડ નં.૮,૧૦,૧૧,૧ર અને ૧૩ના કેટલાક વિસ્તારોમાં વિતરણ બંધ રહ્યુ

રાજકોટ, તા. ૧૧:  રાજકોટના શિયાળાની કડકડતી ઠંડી જામી ગઇ છે ત્યારે પાણીના ટાંકાની સફાઇ સ્હિતના ટેકનીકલ કારણોથી આજે વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૮, ૧૦ ,૧૧,૧૨અને ૧૩ ના કેટલાક  વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેતા ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગે તંત્રની સત્તાવાર માહિતી મુજબ ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન તથા મવડી પુનતિનગર પમ્પીંગ ટેશન પર જીએસઆર ટાકાની સફાઇ કામગીરી તથા ઇલે. અને મીકેનીકલ મેન્ટેનન્સની કામગીરી નકકી કરવામાં આવી છે ગુરૂ અને શનિવારે આ આવશ્યક કામગીરીક કરવા માટે પાણીના ટાંકા ખાલી રાખવા માટે મ્યુ.કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં આજે વોર્ડ નં. ૮( પાટ)ર્, વોર્ડ નં. ૧૦ (પાર્ટ ),વોર્ડ નં.૧૧ (પાર્ટ), વોર્ડ નં૧૨(પાર્ટ) અને ૧૩ પાર્ટમાં પાણી વિતરણ કરવામાં આવ્યુ ન હતુ.

આજે  પાંચ વોર્ડનાં અડધા વિસ્તારોમાં પાણી બંધ રહેતા ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો હતો. આ રીતે કડકડતી ઠંડીના શિયાળામાં પણ લોકોને પાણી બંધ રહેવાનો ગરમ અનુભવ મહાપાલિકા એ કરાવ્યો છે.

(3:28 pm IST)