Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સરગમની ટીમ હરીદ્વાર પહોંચી : મુકિતધામમાં અગ્નિસંસ્કાર પામેલ મૃતકોના અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન

રાજકોટ : મહાનગરપાલિકા નિર્મિત અને સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં છેલ્લા છ માસમાં જે ૨૪૦૦ લોકોને ગેસ, લાકડા અને વિદ્યુત સ્મશાનમાં અગ્નિદાહ અપાયો તેમના અસ્થિઓનું હરદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવા સરગમ કલબ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. સરગમની ટીમે હરદ્વાર જઇને દરેક મૃતકના નામ બોલીને વિધિપૂર્વક સન્માનભેર અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જીત કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મુકિતધામના ઇન્ચાર્જ રમેશભાઇ અકબરી, મનસુખભાઇ ધંધુકિયા, કિરીટભાઇ આડેસરા, ગુણવંતભાઇ ભટ્ટ, કનૈયાલાલ ગજેરા, હરેશભાઇ છોટાળા, મીનાબેન ધોળકીયા,  હર્ષાબેન દંગી, હર્ષાબેન ડેલાવાળા, રેખાબેન કાગડા, રશ્મિબેન ચિતરીયા, હીનાબેન દંગી, જિજ્ઞાબેન ડેલાવાળા, ભાવનાબેન લાલાણી, કૃપાબેન ડેલાવાળા, યામીનીબેન વૈષ્ણવ, બંસીબેન ડેલાવાળા, દક્ષાબેન ભટ્ટ, પૂર્વીબેન ખાખી, માધવીબેન ડેલાવાળા, ચંદાબેન ડેલાવાળા, અર્પિતાબેન ડેલાવાળા વગેરે સાથે જોડાયા હતા.

(3:27 pm IST)