Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

નાટક 'જાવેદા'માં ૧૧ કલાકારોની યુવા ટીમ

લેખક- દિગ્દર્શક નવલદીપસિંઘ માત્ર ૨૨ વર્ષનાઃ વિદેહી એન્ટરટેઈનમેન્ટનું ૨૦મીએ નવું નજરાણું: શો ની જૂજ ટીકટો બાકી

રાજકોટઃ વિદેહી એન્ટરટેઇન્મેન્ટ આયોજિત જાવેદા નાટકના, તા.૨૦ જાન્યુઆરી, સોમવાર, હેમુ ગઢવી હોલ ખાતે થવા જઈ રહેલા એક માત્ર શો માટે રાજકોટવાસીઓનો અદ્દભુત પ્રતિભાવ રાજકોટની કલાપ્રેમી જનતાને નવા સાહિત્યિક નજરાણાઓ માટેનો અનન્ય પ્રેમ દર્શાવે છે.

જેમ અગાઉ જણાવી ગયા છીએ તેમ ૧૧ કલાકારોની ટીમ માં એક પણ આર્ટિસ્ટ ૨૪ વર્ષથી ઉપરનો નથી. ખુદ લેખક - દિગ્દર્શક નવલદીપસિંઘ  અરોરા માત્ર ૨૨ વર્ષની ઉમરના છે પરંતુ એક બહુમુખી પ્રતિભાશાળી વ્યકિતવના માલિક છે . સ્વભાવતઃ  પ્રેમાળ,  આકસ્મિક રીતે મગજના ધૂની અને પોતાની પસંદગીથી કવિ એવા નવલદીપસિંઘ ને નામના મળી - તેમની અત્યંત વાઇરલ થયેલી પ્રખ્યાત કવિતા - 'તિરંગા' થી. આ કવિતાને લગભગ ૫ લાખથી પણ વધારે લોકોએ માની છે. પછી તો તેઓએ ઘણા કવિતા સલંગ્ન સંસ્થાઓ અને ચેનલો માટે કામ કર્યું અને તેઓની પાઘડીમાં ઘણી પ્રખ્યાત અને પોપ્યુલર કવિતાઓના નામો ઉમેરાયા પરંતુ પોતાની ફેવરિટ કવિતા વિષે જણાવતા નવલદીપ કહે છે કે તેઓની ઓછી જાણીતી કવિતાઓ જેવીકે 'સરહદ અને સરહદ પાર', 'નર્મદા' વગેરે તેમની સૌથી વધુ પસંદીદા કવિતાઓ છે. એક અત્યંત પ્રતિભાશાલી કવિ ઉપરાંત નવલદીપ રંગભૂમિ સાથે ખુબ તીવ્રતાથી જોડાયેલા છે અને તેઓએ ઘણા બધા નાટકો લખ્યા અને દિગ્દર્શિત કર્યા છે . આ ઉપરાંત તેઓ એક સ્પોર્ટ્સ માં રૂચિ ધરાવે છે અને પોતાના ખાલી સમયમાં ખુબ સરસ રસોઈ પણ બનાવે છે . નાટકના શો પછી તેમને મળવાથી તેમની પ્રતિભાની રેસિપી જાણી શકાશે!

ગ્વાલિયરથી આગળ ભણવા માટે મુંબઈ આવીને નવલદીપે મુંબઈની પ્રખ્યાત એસ કે સોમૈયા કોલેજ જોઈન કરી . અને શરૂ થઇ તેમની સાહિત્યિક સફર . પોતાના નાટકો, સ્કીટ્સ અને શેરી નાટકો માટે તેઓ મોટા પ્રમાણ માં એવોર્ડ્સ જીતી ચુકયા છે . ખુદ તેમને પોતાને તેમની કવિતાઓ , ડિબેટ સ્પર્ધાઓ, રેડીઓ જોકી  સ્કિલ અને એકટિંગ માટે ૫૫ થી પણ વધારે જાણીતા એવોર્ડ્સ મળી ચુકયા છે . તેમની 'દિલ એ નાદાન ' ફિલ્મ ને તો ઘ્ત્જ્ખ્ એવોર્ડ પણ મળી ચુકયો છે. તો વળી , કોલેજ ના અંતિમ વર્ષમાં બનાવેલી તેમની ફિલ્મ 'તમાચા' ને કન્ઝયુમર ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ નો એવોર્ડ, શ્રી શત્રુધ્ન સિંહ અને રતન ટાટાના હાથે મળેલો કે જેમાં નિર્ણાયકો તરીકે મકરંદ દેશપાંડે, બોમન ઈરાની , પિયુષ પાંડે, ડોલી ઠાકોર જેવા પ્રખ્યાત બોલિવૂડ કલાકારો હતા. માત્ર વિદ્યાર્થીકાળમાં જ તેઓએ લખેલી કવિતા અક્ષય કુમાર એ પોતાની 'પેડ મેન'  ફિલ્મમાં વાપરેલી! ડિરેકટર છે નવલદીપસિંઘ અરોરા.

વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના આ પ્રયોગ માં નાટકના સપોર્ટર્સ તરીકે વિકાસ સ્ટવ એન્ડ નોનસ્ટિક કૂકવેર, કાઠિયાવાડી સ્વાદબંધુ,પરીન ટાટા મોટર્સ, પરીન ર્નિચર, ગોકુલ હોસ્પિટલ, વિજય ઇલેકટ્રોનિકસ અને સ્નેક બાઈટ - મોટી ટાંકી ચોક અને કલાદર્પણનો પણ સહકાર સાંપડયો હોવાનું યાદીમાં જણાવ્યું છે.

ફટાફટ બુકીંગ કરાવી લ્યો

નાટકનો એક માત્ર શો, તા.૨૦ જાન્યુઆરી, સોમવાર, રાત્રે ૯:૩૦ કલાકે, હેમુ ગઢવી હોલ (મીની), રાજકોટ. મો.૯૦૨૩૨ ૮૨૪૦૭

(3:26 pm IST)