Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

રાજકોટ શહેર-જીલ્લામાં ૧ લી મેથી વસ્તી ગણત્રી

૬ હજાર વસ્તી ગણત્રીદારો : ૧ હજાર સુપરવાઇઝરઃ ૧૦૪ ફીલ્ડ સુપરવાઇઝર અને ૪ માસ્ટર ટ્રેનર

રાજકોટ, તા., ૧૧: આગામી ૧ લી મેથી રાજકોટ શહેર-જીલ્લામાં વસતી ગણત્રીનો ધમાકેદાર પ્રારંભ થશે. ર૦૧૧ બાદ ૧૦ વર્ષે ર૦ર૦-ર૧ની વસ્તી ગણત્રીની કાર્યવાહી શરૂ થઇ છે. આ અંગે રાજયના તમામ કલેકટરો સાથે સેન્સેસ વિભાગની ખાસ વીસી યોજાઇ હતી.

રાજકોટ મ્યુ. કોર્પોરેશને અને જીલ્લામાં થઇને ૬ હજારથી વધુ વસ્તી ગણત્રીદારો કામે લગાડાશે. ૧૦૪ ફીલ્ડ સુપરવાઇઝર અને ૧ હજાર સુપરવાઇઝરો રહેશે તથા ૪ માસ્ટર ટ્રેનરો રહેશે. તેમ એટી. કલેકટર શ્રી પરીમલ પંડયાએ અકિલાને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે માસ્ટર ટ્રેનરો-ફિલ્ડ સુપરવાઇઝરોની તાલીમ પુરી થઇ છે. હવે ફીલ્ડ સુપરવાઇઝરો ૧ હજાર સુપરવાઇઝરને કેવી રીતે ગણત્રી કરવી ફોર્મ ભરાવવુ વિગેરે બાબતની તાલીમ આપશે અને આ બધા ઉપર તાલુકા ક્ષેત્રમાં જ તે મામલતદાર અને નગરપાલીકા ક્ષેત્રમાં જે તે ચીફ ઓફીસર નોડલ ઓફીસર તરીકે ફરજ બજાવશે.

(3:23 pm IST)