Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સોમવારે 'શેપીંગ યંગ માઇન્ડસ' રાષ્ટ્રીય કક્ષાનો સેમીનાર : રાજકોટ મેનેજમેન્ટ દ્વારા આયોજન

પત્રકાર પ્રભુ ચાવલા, ટાટા સન્સના આર. ગોપાલ ક્રિશ્ચયન, એસ.આર. ના ફીરદોશ વાન્દરેવાલા, ભુતપૂર્વ એમ્બેસેડર ડો. દીપક વોરા અનુભવો શેર કરશે

રાજકોટ તા. ૧૧ : પ્રબુધ્ધ નાગરીકોના સંગઠન રાજકોટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા આગામી તા. ૨૨ ના બુધવારે હેમુગઢવી હોલ ખાતે ૧ હજાર સ્ટુડન્ટસના શેપીંગ યંગ માઇન્ડસ પ્રોગ્રામનું આયોજન કરાયુ છે.

રાષ્ટ્રી કક્ષાના આ શેપીંગ સેમીનારમાં પત્રકાર પ્રભુ ચાવલા, ટાટા સન્સના આર. ગોપાલ ક્રિશ્ચયન, એસ. આર. સ્ટીલના ફીરદોશ વાન્દરેવાલા, ભૂતપૂર્વ એમ્બેસેડર ડો. દીપક વોરા પોતાના અનુભવો શેર કરશે.

આ સેમીનાર દરમિયાન રજીસ્ટર્ડ થનાર તમામ ડેલીગેટસને સર્ટીફીકેટ અને ડીસ્કાઉન્ટ કુપન અપાશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પરાગ જોબનપુત્રા, ઉપપ્રમુખો ડો. ધર્મેશ રાવલ, જયેન કોટેચા, ડો. કલ્પિત સંઘવી, પરેસ ગોસાઇ, દીપક સચદે, રીપલ પટેલ, પ્રશાંત વોરા, ચેરમેન ચેતન કોઠારી, ફોરમ ચાંદરાણાં, અશ્વિન ચોટલીયા સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. રજીસ્ટ્રેશન કરાવવા અને વધુ વિગત માટે મો.૮૪૬૦૦ ૧૩૬૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:22 pm IST)