Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ દ્વારા કાલે ફ્રી ડેન્ટલ કેમ્પઃ ડો. આશિષ તથા ડો. ચાર્મી છજલાણી જૈન દ્વારા તપાસ

નિઃ શુલ્ક કેમ્પનો લાભ લેવા વિજયભાઇ પાડલીયાની અપીલ

રાજકોટઃ તા.૧૧, પર્યાવરણ અને આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરતી શહેરના જાણીતી સંસ્થા ''ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ'' અને '' ધ ગ્લોબલ ટ્રસ્ટ'' દ્વારા નવા વર્ષ ૨૦૨૦ અને મકર સંક્રાતના ઉપલક્ષે દરદી નારાયણ એટલે  દરીદ્ર નારાયણના સુત્ર સાથે દાંત અને પેઢાના રોગોમાંથી મુકતી મળે અને ખરા અર્થમાં ગ્રીન સીટી રાજકોટને તંદુરસ્ત બનાવવાની નેમ સાથે તા.૧૨ને રવિવારના રોજ ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ દ્વારા આ કેમ્પમાં સુપ્રસિધ્ધ ડોકટરો દ્વારા અદ્યતન  પધ્ધતીથી દાતની સંપૂર્ણ તપાસ વિના મુલ્યે કરી આપવામં આવશે. કેમ્પ તા.૧૨ને રવિવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ''એસીપી ડેન્ટલ કેર'' ૧૫૦ ફુટ રીંગ રોડ ર્રૈયા ટેલીફોન એકસચેન્જ, ઇગલ ટ્રાવેલ્સ પાસે રાજકોટ ખાતે યોજાશે. કેમ્પમાં નામ નોંધવવા માટે મો. ૭૯૯૦૦૫૮૭૯૧

આ ડેન્ટલ નિદાન કેમ્પમાં ડો. આશિષ છજલાણીની જૈન (બી.ડી.એસ.એમ.ડી.એસ.) દાંત બચાવવાના નિષ્ણાંત (રૂટ કેનાલ સ્પે.) તથા ડો. ચાર્મી પાડલીયા છજલાણી (બી.ડી.એસ.પી.જી.ઓ) (ડેન્ટલ સર્જન અને ઇમ્પ્લાન્ટીલોજીસ્ટ) પોતાની સેવા આપશે. આ ડેન્ટલ કેમ્પનો લાભ લેવા ગ્રીન ફીલ્ડ ટ્રસ્ટના શ્રી વિજયભાઇ પાડલીયા (૯૪૨૬૯૧૫૪૮૮) દ્વારા અપીલ  કરવામાં આવી છે.

(3:21 pm IST)