Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સદ્દગુરૂ રણછોડનગરમાં કિશન કોળી પર લાકડીથી હુમલો

રિક્ષા ઉભી રાખવા બાબતે પડોશીએ ફટકાર્યો

રાજકોટ તા. ૧૧: સંત કબીર રોડ પર સદ્દગુરૂ રણછોડનગર-૪માં રહેતાં કિશન જીતેન્દ્રભાઇ સરવૈયા (કોળી) (ઉ.૨૪)ને રાત્રે દસેક વાગ્યે ઘર નજીક પોતાની છકડો રિક્ષા ઉભી રાખી ટ્રાન્સપોર્ટના પાર્સલ ઉતારતો હતો ત્યારે સામે રહેતાં લોકોએ અહિ રિક્ષા નહિ રાખવાની તેમ કહી લાકડીથી હુમલો કરી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

કિશનના પિતા જીતેન્દ્રભાઇના કહેવા મુજબ પોતે થોડા સમય પહેલા જ અહિ રહેવા આવ્યા છે. ટ્રાન્સપોર્ટમાં રિક્ષાઓ ચાલતી હોઇ તેનો સામાન પોતાના ઘર પાસે ઉતારતા હતાં છતાં સામે રહેતાં પરિવારે વાંધો ઉઠાવી રિક્ષા રાખવાની ના પાડી હુમલો કર્યો હતો.

(1:13 pm IST)