Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વૃધ્ધે જ્યુબીલી બાગમાં અને યુવાને રેસકોર્ષ બગીચામાં ફિનાઇલ-ઝેર પીધા

શિવાભાઇ વાઘેલા અને સંતોષ જાદવને સારવાર બાદ રજા

રાજકોટ તા. ૧૧: જુદા-જુદા બે બનાવમાં એક વૃધ્ધે જ્યુબીલી બગીચામાં ફિનાઇલ પી લેતાં અને એક યુવાને રેસકોર્ષ બગીચામાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં શિવાભાઇ ઘુસાભાઇ વાઘેલા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધે સાંજે પાંચેક વાગ્યે જ્યુબીલી બગીચામાં ફિનાઇલ પી લેતાં સિવિલમાં દાખલ કરાયા હતાં. એ-ડિવીઝન પોલીસને જાણ થતાં હેડકોન્સ. રવિભાઇ અને મોૈલિકભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.  શિવાભાઇને અગાઉ પેરેલિસીસ એટેક આવ્યો હોઇ માનસિક તકલીફ થઇ ગઇ હતી. ઘરેથી નીકળ્યા બાદ આ પગલુ ભરી લીધું હતું. સારવાર બાદ રજા અપાઇ હતી.

બીજા બનાવમાં કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળા પર રહેતો સંતોષ કાંતિભાઇ જાદવ (ઉ.વ.૨૧) ગઇકાલે રેસકોર્ષ બગીચામાં ઝેર પી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગરના પીએસઆઇ આર. એ. કપાસી અને બાબુલાલ ખરાડી હોસ્પિટલે પહોંચ્યા હતાં. જો કે એ પહેલા તે રજા લઇને જતો રહ્યો હતો.

(1:12 pm IST)