Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

તહેવાર અંતર્ગત ફરી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ : વિદેશી સાથે બે શખ્સ, દેશી સાથે ૮ પકડાયા : નશો કરેલા ૩ ઝપટે ચડ્યા

થોરાળા-આજીડેમ-ભકિતનગર પોલીસે થોરાળા વિસ્તારમાં સવારે મેગા ડ્રાઇવમાં બેને દારૂ સાથે પકડ્યાઃ આથાનો નાશ

રાજકોટ તા. ૧૧: મકર સંક્રાંતિના તહેવાર અંતર્ગત શહેર પોલીસે ફરીથી દારૂ-જૂગારની ડ્રાઇવ શરૂ કરી છે. જુદા-જુદા સ્થળે દેશી વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા હતાં. થોરાળા પોલીસ અને ગાંધીગ્રામ પોલીસે વિદેશી દારૂ સાથે બે શખ્સને પકડ્યા હતાં અને થોરાળા પોલીસે દેશી દારૂની ડ્રાઇવ પણ યોજી ચાલુ ભઠ્ઠીઓ પકડી લીધી હતી. અન્ય સ્થળોએ દેશી દારૂના આઠ દરોડામાં ૮ પકડાયા હતાં. જ્યારે ડમડમ થઇ વાહન હંકારતા ૩ શખ્સ ઝપટે ચડ્યા હતાં.

વૈશાલીનગરમાંથી ૪ બોટલ સાથે દિપકસિંઘ પકડાયો

ગાંધીગ્રામ પોલીસે વૈશાલીનગર-૧૦માં જયરાજભાઇ કાઠીના મકાનમાં ભાડેથી રહેતાં મુળ નેપાળ બૈતડી બસેડી ગામના દિપકસિંગ સંતોષ ધનાડી (ઉ.૨૮)ને રૂ. ૧૮૦૦ના ૪ બોટલ દારૂ સાથે પકડ્યો હતો. પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, સંતોષભાઇ, રાહુલભાઇ, હાર્દિકસિંહ, દિગ્વીજયસિંહ, ગોપાલભાઇ, વનરાજભાઇ, કનુભાઇ, દિવ્યરાજસિંહ, શૈલેષભાઇ, અમીનભાઇ, રવિભાઇ સહિતે આ દરોડો પાડ્યો હતો.

આજી જીઆઇડીસી પાસેથી લાલજી ૨૮ બોટલ સાથે પકડાયો

આજી જીઆઇડીસી સર્વિસ રોડ પાસેથી લાલજી લઘરાભાઇ સોરાણી (ઉ.૩૦-રહે. ખોડિયારનગર-૯)ને રૂ. ૧૧,૨૦૦ના ૨૮ બોટલ દારૂ સાથે થોરાળા પી.આઇ. જી. એમ. હડીયા, પીએસઆઇ એ. એલ. બારસીયા, કોન્સ. પૃથ્વીરાજસિંહ રાણા, પિયુષભાઇ ચિરોડીયા, જયદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા સહિતની ટીમે બાતમી પરથી પકડી લીધો હતો.

દેશી દારૂની ડ્રાઇવ-દરોડા

જ્યારે થોરાળા પોલીસની ટીમે સવારે સાતથી નવ સુધી ભકિતનગર પોલીસ, આજીડેમ પોલીસની ટીમોને સાથે રાખી થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા ડ્રાઇવ યોજી હતી. જેમાં મયુરી રાજુ સોલંકી (રહે. કુબલીયાપરા-૭) તથા વિશાલ રમણિકભાઇ રાઠોડ (રહે. કુબલીયાપરા-૭) સામે દારૂના ગુના નોંધાયા હતાં. પોલીસે ૨૦૦ લિટર દારૂના આથાનો નાશ કર્યો હતો. દેશી દારૂ ૫૮ લિટર રૂ. ૧૧૬૦નો જપ્ત કરાયો હતો. ડીસીપી રવિમોહન સૈની અને એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જી.એમ. હડીયા, પીએસઆઇ પી.ડી. જાદવ, એ. એલ. બારસીયા, હેડકોન્સ. ભુપતભાઇ, કોન્સ. કનુભાઇ, રોહિતભાઇ, દિપકભાઇ, વિજયભાઇ, નરસંગભાઇ, પૃથ્વીરાજસિંહ  સહિતના આ ડ્રાઇવમાં જોડાયા હતાં.

અન્ય દરોડામાં કલ્યાણ સોસાયટીમાંથી લીલા રૂપસીંગ ઝરીયા પાસેંથી રૂ. ૮૦નો દેશી દારૂ જપ્ત કરાયો હતો. વેલનાથપરા-૫માંથી શંકર સવજીભાઇ કોળીને નશો કરેલો, ચુનારાવાડ-૧માંથી દેવા કાનાભાઇ શિયારને રૂ. ૮૦ના દારૂ સાથે, થોરાળા રોડ બાપા સિતારામનગરમાંથી સોનલ વિપુલ ઝાલાને રૂ. ૧૦૦ના દારૂ સાથે, નવાગામ આણંદપરમાંથી સવિતા વાલજી ભખોડીયાને રૂ. ૧૪૦ના દારૂ સાથે, આંબેડકરનગર-૧માંથી લલિત રામસિંગ થાપાને રૂ. ૪૦ના દારૂ સાથે, લક્ષ્મીનગર-૧માંથી કેશા જીણા થારકીયાને રૂ. ૬૦ના,  કેકેવી હોલ પાછળથી રવિ પંકજ દવેને રૂ. ૧૦૦ના દેશી સાથે, કુસુમ પિયુષ સોલંકીને રૂ. ૮૦ના, એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાંથી સંજય રમેશ પરમારને રૂ. ૪૦ના, રસુલપરામાંથી સોહિલ ઉર્ફ કારીયો મહમદ બ્લોચને નશો કરેલો, ઈન્ડિયન પાર્ક આરએમસી કવાર્ટરના રાજેશ પ્રેમજીભાઇ ગોહેલને નટરાજનગર મફતીયાપરા પાસેથી રૂ. ૮૦ના દારૂ સાથે પકડી લેવાયો હતો.

જ્યારે રૈયાધાર દશામાના મંદિર પાસે રહેતાં રોહિત ઉર્ફ પિયુષ પરેશભાઇ ડાભી (ઉ.૧૯)ને તે હદપાર હોવા છતાં તેના ઘર પાસે રાણીમા રૂડીમા ચોકમાં આવતાં પોલીસે પકડી લીધો હતો.

(1:11 pm IST)