Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

માધાપર ચોકડી પાસે ૬૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનશેઃ નાણામંત્રીના હસ્તે થશે ખાતમુહૂર્ત : ૧૨ ટેન્ડર આવ્યા

રાજકોટ તા ૧૦ : રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત ૧૩૦૦ કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત થઇ રહયા છે.

દરમિયાન માધાપર ચોકડી પાસે ૬૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવવા અંગેનું કામ પણ  આવરી લેવાયું છે. આ બ્રીજનું રાજયના નાણાંમંત્રીશ્રી નીતિન પટેલ હસ્તે ખાતમુહૂર્ત થશે.

આ બ્રીજ અંગે ૧૨ એજન્સીઓએ ટેન્ડર ભર્યા છે, તેની ટેકનીકલ બીડ આજે ખોલાશે.

બીજીબાજુ બ્રીજ અંગે આદેશ આવતા રાજકોટના માર્ગ-મકાન વિભાગના ઇજનેર શ્રી સોલંકી, ગાંધીનગર દોડી ગયા છે, ટેન્ડર ફાઇનલ થયે વર્ક ઓર્ડર તાકીદે આપી દેવા આદેશો થયા છે, અર્જન્ટ કામ તરીકે લેવા સરકારની સુચના હોવાનું સુત્રોએ ઉમેર્યુ છે.

(3:42 pm IST)