Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પ્લેસમેન્ટ કર્મચારીઓને પગારમાં વધારો કરતી સીન્ડીકેટ પ્લેસમેન્ટ સેલ રચાશે

પરીક્ષા કેન્દ્રોમાં CC TV ન હોય તો લાખોનાં દંડની જોગવાઇ

રાજકોટ તા. ૧૧ : એ. ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ કર્મચારીઓને પગાર વધારાની દરખાસ્ત કોંગ્રેસના વિરોધ વચ્ચે બહુમતીથી મંજૂર થઇ છે.

સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીમાં ૪પ૦ વધુ હંગામી કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો  નિર્ણય કુલપતિ નિલાંબરીબેન દવેના અધ્યક્ષસ્થાને મળેલ સીન્ડીકેટમાં કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીમાં હવે પ્લેસમેન્ટ સેલ બનાવવામાં આવશે.

જયારે પરીક્ષા કેન્દ્રમાં સીસી ટીવી ન હોય તેવા કેન્દ્રોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

(4:29 pm IST)