Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મ્યુ. કોર્પોરેશન અને જીવદયા ઘર દ્વારા મકર સંક્રાતિએ પશુ-પક્ષી તાત્કાલીક સારવાર કેમ્પ

૧૫૦ ફૂટ રીંગ રોડ પર યોજાનારા કેમ્પમાં તમામ પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર થશે

           રાજકોટ તા ૧૧ : મકર સંક્રાતિના દિવસે ઘાયલ પશુ-પક્ષીઓની તાત્કાલિક સારવાર કરી જીવ બચાવી શકાય તેવા  શુભ ભાવ સાથે. જીવદયા ઘર, રાજકોટ અનેે  રાજકોટ મહાનગરપાલીકા  દ્વારા સંયુકત તાત્કાલિક  સારવાર  કેમ્પનુ ઼ આયોજન ઇમ્પીરીયલ હાઇટસની બાજુમાં, ૧૫૦ ફૂટ રીંગ રોડ, બીગ બઝાર સામે નક્કી કરવામાં આવેલ છે.

આ કેમ્પ   ઉપર તમામ  પ્રકારના પક્ષીઓની નિઃશૂલ્ક સારવાર/ ઓપરેશન અને દવા કરવામાં આવશે. આ સેવામાં રાજકોટ મહાનગરપાલીકાના અનુભવી સિનિયર વેટરનરી ડો. ભાવેશભાઇ ઝાકાસનીયા મો. ૯૬૨૪૦ ૭૫૩૮૭, ડો. નરેશકુમાર, ડો . અમિતકુમાર, ડો મનીષકુમાર તેમજ પંકજ દેત્રોજા,  ફોરેસ્ટ  ખાતાના  મુની સાહેબ ઉપરાંત અનેક સેવાભાવી જીવદયા પ્રેમીઓ સેવા આપશે, જેનો લાભ લેવા સર્વેને વિનંતી છે.

જીવદયા ઘરના ટ્રસ્ટી યશભાઇ શાહ, પરેશભાઇ દોશી, રાજુભાઇ શાહ, નિર્મેશભાઇ શાહ, ચંદ્રેશભાઇ અજમેરા,  પ્રવીણભાઇ શાહ, પ્રશાંતભાઇ શેઠ, કેતનભાઇ સંઘવી, નિલેષભાઇ શેઠ, જયદીપભાઇ મોદી, પરેશભાઇ કોઠારી, રાજેશભાઇ મોદી, ઉત્તમભાઇ રાઠોડ, દીપકભાઇ કોટેચા, જગદીશભાઇ ચાવડા,  નિસર્ગ ઠાકર, ઉદીત શેઠ, અભિષેક મોદી, કેવલ મોદી, વિગેરે લોકોના આયોજનમાં પ્રતિકભાઇ સંઘાણી, મિત્તલભાઇ ખેતાણી, હરેશભાઇ, વસંતભાઇ દોશી, પ્રકાશભાઇ શાહ, હેમલભાઇ કપાસી વિગેરે સહયોગ આપી રહ્યા છે. વધુ વિગતો માટે મો. ૯૩૭૪૧ ૨૦૫૮૬/ ૯૪૦૯૭ ૪૩૩૬૨ પર સંપર્ક થઇ શકશે.

(4:10 pm IST)