Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મહાજનની પાંજરાપોળમાં સૈકાથી જીવદયા કાર્ય : ૫ હજાર અબોલ જીવોને આશરો

મકર સંક્રાંત પર્વે વિવિધ સ્થળોએ દાન સ્વીકારવા મંડપ વ્યવસ્થા

રાજકોટ તા. ૧૧ : છેલ્લા એક સૈકાયથી જીવદયા અનુકંપાનું ઝરણુ વહાવી રહેલ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં ૫ હજારથી વધુ અબોલ જીવો આશરો લઇ રહ્યા છે. દૈનિક ખર્ચ રૂ.દોઢ લાખને આંબી જાય છે.

ત્યારે મકર સંક્રાંત પર્વે દાતાઓએ દાનની સરવાણી પાંજરાપોળ માટે વહાવવા અપીલ કરાઇ છ.ે સંક્રાંત પર્વે શહેરમાં હોસ્પિટલ ચોક, ત્રિકોણબાગ, મોટીટાંકી ચોક, ફુલછાબ ચોક, રૈયા સર્કલ, માયાણી ચોક, પારેવડી ચોક સહીત ૧૫૦ થી વધુ સ્થળોએ મંડપ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોએ ઉદાર હાથે દાન આપવા અનુરોધ કરાયો છે. વધ માહીતી માટે કાર્તિકભાઇ દોશી (મો.૯૮૯૮૦ ૭૨૨૧૩) નો અથવા પાંજરાપોળ કાર્યાલય, ભાવનગર રોડ, નદીના સામા કાંઠે ફોન ૦૨૮૧ - ૨૪૫૭૦૧૯ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:49 pm IST)