Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વિરાણી ચોકમાં ૭ મિલ્કતોને તાળા : ત્રણેય ઝોનમાંથી ૧૯ લાખની વસુલાત

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષનો બાકી મિલ્કત વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજે સેન્ટ્રલ, વેસ્ટ તથા ઇસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા ગોકુલનગર, વિરાણી ચોક, અટીકા ઇન્ડસ્ટ્રીઝ, અમીન માર્ગ, રૈયા રોડ, સાધુવાસવાણી, યુનિ. રોડ, પુષ્કરધામ તથા વાવડી સહિતના વિસ્તારમાં બાકી મિલ્કત વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વિરાણી ચોકમાં આવેલ કે.એમ.કે. કલાસીસનો રૂ. ૮.૭૭ લાખનો વેરો વસુલવા મિલ્કત સીલ કરવામાં આવી છે. જયારે સેન્ટ્રલ ઝોનમાંથી રૂ. ૪.રપ લાખ, ઇસ્ટ ઝોનમાં રૂ. ૧૦.૭૮ લાખ તથા વેસ્ટ ઝોનમાંથી ૪.પ૧ લાખ સહિત કુલ રૂ. ૧૯ લાખની આવક થવા પામી છે. આ કામગીરી આસી. કમિશ્નરની સૂચના અને વેરા શાખાના આસી.મેનેજરના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરો, વોર્ડ ઇન્સ્પેકટર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:46 pm IST)