Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વાહન ચાલકોને હેલ્મેટ પહેરતા કરવા પોલીસના પ્રયાસો

રાજકોટઃ શહેરના ટુવ્હીલર અને બાઇક ચાલકો ફરજીયાત હેલ્મેટ પહેરતા થઇ જાય એ માટે પોલીસે ઝુંબેશ આદરી છે. હેલ્મેટ વગર નીકળનારાને અટકાવી દંડ વસુલવાની આકરી કાર્યવાહી શરૂ થતાં વાહનચાલકોમાં ભારે કચવાટની લાગણી ઉભી થઇ હતી. આમ છતાં પોલીસની આ ઝુંબેશ યથાવત છે. હવે પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરતા કરવા ગાંધીગીરી શરૂ કરી છે. સંક્રાંતના તહેવારને અનુલક્ષીને 'હેલ્મેટ પહેરો'ના સુત્ર સાથેની પતંગો પોલીસ વાહનચાલકોને આપી રહી છે તો ગુલાબના ફુલ આપી ગાંધીગીરી પણ કરી રહી છે. આજે પણ ઠેર-ઠેર વાહનચાલકોમાં હેલ્મેટ બાબતે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કર્યા હતાં. મહિલા વાહનચાલકોને પણ પોલીસે પતંગ આપ્યા હતાં અને હેલ્મેટ પહેરવું ખુબ જરૂરી છે તેની સમજ આપી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:45 pm IST)