Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

બોગસ દસ્તાવેજ બનાવી મિલ્કત પચાવી પાડવાના ગુનામાં મહિલાની જામીન અરજી રદ

રાજકોટ તા ૧૧ : બોગસ દસ્તાવેજ બનાવી કિંમતી મિલ્કત પચાવી પાડવાના ગુન્હામાં મહીલા આરોપીની જમીન અરજી સેસન્સ અદાલતે રદ કરી હતી.

રાજકોટ શહેરમાં માસ્તર સોસાયટીમાં વાસંતીબેન દુર્ગાશંકર પંઁચોલી નું કિંમતી મકાન પચાવી પાડવાના ઇરાદે વાંકાનેર રહેતા શાંતાબેન લાલજીભાઇ પરમારે વાસંતીબેન ના નામનું બોગસ આધાર કાર્ડ ઓળખ કાર્ડ બનાવી ભકિતનગર સોસાયટીમાં આવેલું કિંમતી મકાનનો વેચાણ દસ્તાવેજ ખોટુ નામ ધારણ કરી સબ રજીસ્ટ્રાર કચેરીમાં વાસંતીબેન ની જગ્યાએ ઉભારહી ફોટા પડાવેલ અને દસ્તાવેજમાં સહી સીક્કા અંગુઠા ના નિશાનો કરેલ અને અન્ય આરોપી સાથે મળી મકાનનો બોગસદસ્તાવેજ કરેલ.

આ અંગેની ફરીયાદભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને પોલીસે આરોપીઓની અટકકરી જેલ હવાલેકરેલ, અહારોપી શાંતાબેન લાલજીભાઇ પરમારે સદરહું ગુન્હામાં ચાર્જશીટ બાદ જામીન અરજી સેશન્સ અદાલતમાં કરતા સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશ વી. પીપળીયા હાજર થઇ રજુઆત કરેલ કે આરોપી સામે ગંભીર પ્રકારના ગુન્હાનો આરોપ છે. આરોપી જાણતા હતા કે તેની માલીકીનું મકાન નથી, તેમ છતાં તેખોટુ નામ ધારણ કરી ખોટા ઓળખ કાર્ડ બનાવી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ખોટી વ્યકતી તરીકે પોતે રજીસ્ટ્રાર રૂબરૂ હાજરથઇ ખોટું નામ ધારણકરી સબ રજીસ્ટ્રનર કચેરીમાં વાસંતીબેનની જગ્યાએ ઉભા રહી ફોટા પડાવેલ અનેદસ્તાવેજમાંસહી સીક્કા, અંગુઠા ના નિશાનો કરી દસ્તાવેજ કરી આપેલ છે. તેેથી તેમના વિરૂધ્ધ પુરતો પુરાવો હોય તેઓની જામીન અરજી રદ કરવારજુઆત કરેલ હતી.

સરકારી વકીલ ની રજુઆત તથા કેસ પેપર્સ ને ધ્યાને લઇ એડી. સેશન્સ જજ શ્રી એચ.એ. બ્રહ્મભટ્ટે આરોપી શાંતાબેન લાલજીભાઇ પરમાર ની જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશ જી. પીપળીયા રોકાયેલ હતા.

(3:34 pm IST)