Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પૂ. પારસમુનિની કૂપર હોસ્પિટલે પધરામણીઃ દર્દીઓને આર્શીવચન પાઠવ્યા

આજીવન સેવાના ભેખધારી વસંતભાઇ ગલિયાની સેવા અણમોલ અને અમૂલ્ય છેઃ પૂ.પારસમુનિ

રાજકોટ તા.૧૧: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ. પારસમુનિ મ.સા. આજરોજ તા. ૧૧ના રોજ નરેશભાઇ મકાણીના નિવાસ સ્થાનેથી વિહાર કરી દીપાબેન સેજલભાઇ દોશીના નિવાસસ્થાને જતાં વિહારયાત્રામાં આવતી કૂપર હોસ્પિટલની મુલાકાત લીધી અને દર્દીઓને સાંત્વના આપવા પધારેલ.

સમાજના સંનિષ્ઠ કાર્યકર સેવારત આજીવન સેવાના ભેખધારી વસંતભાઇ ગલિયા, નરેશભાઇ મકાણી, ચંદ્રેશભાઇ ભાયાણી, આશીર્વાદ અને સર્વનું મંગલ થાઓની શુભ ભાવના સાથે 'આરૂગ્ગ બોહિલાભં'ના મંગલ આશિષ ક્રાંતિકારી સંત પૂ. પારસમુનિ મ.સા.એ આપેલ.

પૂ. ગુરૂદેવે જણાવેલ કે કૂપર હોસ્પિટલમાં સેવા બજાવનાર સર્વ ધન્યાવાદને પાત્ર છે. સેવા ધર્મ મહાન છે. કાયાથી કરેલા કર્મ સેવાથી નાશ પામે છે. આપ સર્વના સેવાભાવથી સમાજ સ્વસ્થ રહે. સર્વ શીધ્ર આરોગ્ય ભાવને પામે. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટશ્રી ભાવસારને આશીર્વાદ આપેલ. તેઓએ ધન્યતા અનુભવી.

પૂ. ગુરૂદેવ આવતીકાલેે કિરણબેન રજનીભાઇ શાહ જે.બી. નગર પધારવાના ભાવ રાખે છે. અને ત્યારબાદ મલાડ, કાંદીવલી, બોરીવલી, દહીંસર, મીરા રોડ પધારશે.

(3:27 pm IST)