Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

રૂદ્રશકિત ક્ષત્રિય મહિલા મંડળ સંચાલિત નિઃશુલ્ક મેરેજ બ્યુરોનું ચોથુ વાલી પરિચય મિલન યોજાયું

રાજકોટઃ રૂદ્રશકિત ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાન દ્વારા ચાલતા નિઃશુલ્ક મેરેજ બ્યુરોનું તા. ૬ઠ્ઠીના ચોથું વાલી પરિચય મિલન સરિતા વિહાર કોમ્યુનીટી હોલ ખાતે મળ્યુ હતું. આ પ્રસંગે દિકરી-દિકરાઓના બાયોડેટાઓની ડીરેકટરી બહાર પાડવામાં આવી હતી. આ ડીરેકટરીમાં ૭૫૦ જેટલા બાયોડેટા સમાવિષ્ટ છે. આ તકે ઉપસ્થિત વાલીઓએ ક્ષત્રિય મહિલા મંડળની પ્રવૃતિઓને બિરદાવી હતી. પરિચય મિલનમાં સમાજના મહિલા અગ્રણીઓ સર્વશ્રી દશરથબા પરમાર (બરોડા), બાશ્રી શોભનાબા (અમદાવાદ), બા શ્રી સરોજબા (બરોડા), બાશ્રી શારદાબા (બરોડા), બાશ્રી રેખાબા (મંગલ વિહાર મેરેજ બ્યુરો), બાશ્રી અવંતિકાબા (અમદાવાદ) તથા બાશ્રી રીટાબા (જામનગર) ઉપરાંત શહેરના ક્ષત્રિય અગ્રણીઓ સર્વશ્રી પી.ટી. જાડેજા, ડો. યોગરાજસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા (ભુણાવા), રામદેવસિંહ તથા ઓમદેવસિંહ (રતનપર), હરદેવસિંહ (નાનામૌવા), યશવંતસિંહ રાઠોડ (સંકલ્પશકિત), દૈયવતસિંહ (ચાંદલી), ડો. સહદેવસિંહ (ગોંડલ), ક્રિપાલસિંહ રાણા, જે.પી. જાડેજા, આર.ડી. જાડેજા, ભરતસિંહ (વાગુદડ), રઘુભા ગોહિલ, બા શ્રી ગાયત્રી વાઘેલા (પ્રદેશ પ્રમુખ), ડો. કુંતલબા જાડેજા (ગાયનેકોલોજીસ્ટ), જયશ્રીબા જાડેજા, સીતાબા જેઠવા, કિશોરીબા ઝાલા, ગઢકા માં સાહેબ, ડો. રેખાબા ઝાલા. કું. કિન્નરીબા જાડેજા તથા હેતલબા જેઠવાએ સુંદર એવું એન્કરીંગ કરી આપી માહોલને મંત્રમુગ્ધ બનાવ્યો. કાર્યક્રમનું સંચાલન ડો. અનુષ્કાદેવી જયવીરસિંહ જાડેજા (શાપર)એ કરેલ. કાર્યક્રમમાં જગદેવસિંહ જાડેજા, માનવેન્દ્રસિંહ રાણા, વિક્રમસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, ભીખુભા જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અરવિંદસિંહ ઝાલા, દજુભા વાઘેલા, યોગરાજસિંહ રાણા, મયુરસિંહ રાણા, હિતેન્દ્રસિંહ ઝાલાએ સાથે મળીને ભારે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમ આયોજન પ્રમુખ શ્રી માયાબા જાડેજાની આગેવાની હેઠળ તેમની રૂદ્રશકિત મહિલાઓની પુરી ટીમ ભાવનાબા વાઘેલા, હંસાબા ઝાલા, રાજનબા જાડેજા, નયનાબા જાડેજા, ચંદ્રાબા પરમાર, ભારતીબા સોલંકી, ગીતાબા ચુડાસમા, કોકીલાબા જાડેજા, કૈલાશબા જાડેજા, સુલેખાબા જાડેજા, જનકબા ઝાલા, રીટાબા ઝાલા, કૈલાશબા જાડેજા (ખીરસરા), હેતલબા રાણા, મીનાક્ષીબા ઝાલા, રામેશ્વરીબા જાડેજા, મંછાબા જાડેજા, ભાર્ગવીબા ગોહિલ આ સાથે કાર્યક્રમની ઝળહળતી સફળતા અપાવી

(3:24 pm IST)