Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ફાયનાન્સવાળાના ડખ્ખાથી બચવા વિજયભાઇએ પહેલા માળેથી ઠેકડો માર્યોઃ હાથ-પગમાં ફ્રેકચર

લોનના ત્રણ હપ્તા ચડત થઇ ગયા'તાઃ ઉદયનગર પાસે કોમ્પલેક્ષમાં બનાવઃ બારોટ આધેડ હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૧૧: મવડી ચોકડીએ રહેતાં અને વેલ્ડીંગ કામ કરતાં બારોટ આધેડ ઉદયનગર પાસે સાઇટ પર હતાં ત્યારે ફાયનાન્સની લોન ચડત થઇ ગઇ હોઇ તેની ઉઘરાણીએ આવેલા બે શખ્સોના ઝઘડાથી બચવા પહેલા માળે વંડી ઠેંકી ભાગવા જતાં પડી જતાં હાથ-પગ ભાંગી જતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યા છે.

જાણવા મળ્યા મુજબ મવડી ચોકડી નજીક પટેલ નગર પાછળ મુરલીધર સોસાયટી-૧માં રહેતાં વિજયનભાઇ ભીખુભાઇ અભાણી (બારોટ) (ઉ.૪૫) ઘર પાસે જ ગંગેશ્વરી વેલ્ડીંગ નામે ફેબ્રીકેશનનું કામ કરે છે. હાલમાં તેની કામની સાઇટ ઉદયનગર પાસે વિશાલ કોમ્પલેક્ષ નજીક ચાલુ હોઇ સાંજે તે સાઇટ  પર હતાં ત્યારે બેશખ્સ ઝઘડો કરવા આવતાં તેનાથી બચવા માટે વંડી ઠેંકી ભાગવા જતાં પહેલા માળેથી પડી જતાં હાથ-પગ ભાંગી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી.

વિજયભાઇના કહેવા મુજબ તેણે બજાજ ફાયનાન્સમાંથી લોન લીધી છે. તેના સાત-સાત હજારના ત્રણ હપ્તા હાલમાં કામ બરાબર ચાલતું ન હોઇ લોનના હપ્તા પોતે ભરી શકયા નહોતાં. સાંજે ફાયનાન્સવાળા ઉઘરાણીએ આવી ઝઘડો કરતાં હોઇ પોતે મારની બીકે ભાગવા જતાં પડી ગયા હતાં. (૧૪.૫)

 

(11:41 am IST)