Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મકરસંક્રાંતિએ કિશોરભાઈ કોરડીયાનો જીવદયા યજ્ઞઃ અન્નજળનો ત્યાગ કરી ૩ લાખ એકત્રીત કરશે

અનુદાન રાજકોટ મહાજન પાંજરાપોળને અર્પણ કરશેઃ ૨૯ વર્ષથી સેવાયજ્ઞ

રાજકોટ,તા.૧૧: મકરસંક્રાંતિએ પાંજરાપોળની લુલી, લંગડી, બિમાર, અશકત તથા દુધ ન આપતી ગાયોના માટે શ્રી કિશોરભાઈ કોરડીયાનું જબ્બર અભિયાન ચાલુ થશે. ત્રણ લાખની રકમ એકત્રીત ન થાય ત્યા સુધી તેઓ અન્નજળનો ત્યાગ કરશે.

''સંક્રાંતિદિન તારકદિને'' શ્રી કિશોરભાઈ કોરડીયા જીવદયાના દાનના પ્રવાહની અનુમોદના કરવા તેમજ ધારેલી રકમ ત્રણ લાખ ૧૨ કલાકમાં ન થાય ત્યાં સુધી અન્ન, જળનો ત્યાગ કરી એકત્રીત કરે છે. આ કાર્ય તેઓ ૨૯ વર્ષથી કરે છે.

તા.૧૪ના સોમવારે ધારેશ્વર મંદિરની સામે ભકિતનગર સર્કલ, કિશોરભાઈ કોરડીયાના મંડપ ખાતે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના નામે અનુદાન આપવા અપિલ કરી છે. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ તેમજ પૂર્વ પ્રધાને અને કોર્પોરેશનના પદાધીકારીઓ કિશોરભાઈ (મો.૯૮૨૫૦ ૭૪૭૭૧)ના મંડપની સવારે ૧૧ વાગ્યાથી મુલાકાત લેશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

 

(11:40 am IST)