Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

બી.એડ્ના તાલીમાર્થીઓ માટે અંગ્રેજી નિઃશુલ્ક તાલીમ

 રાજકોટ : કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એજયુકેશન ફેકલ્ટી-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે છેલ્લા ત્રણ વર્ષથી બી.એઙ તાલીમાર્થીઓને ''ટેટ-ટાટ'' પરીક્ષામાં સફળતા મળે તે માટે પ્રયત્નો થઇ રહ્યા છે જેના ભાગ રૂપે છાત્રોએ  સખત પરિશ્રમ મારફત રેકોર્ડબ્રેક પરિણામ પણ લાવેલ છે. તાજેતરમાં ''ટેટ-ટાટ''ની પરીક્ષા રાજય સરકારીશ્રી મારફત લેવાના છે ત્યારે પરીક્ષાની તૈયારી કરતા છાત્રાોને અંગ્રેજી-ગ્રામર, વાકય રચના, ડીગ્રીસ, ટેન્સીસ, એડજેકટીવ, વર્બ વગેરે આયામોની સંપૂર્ણ તૈયારી કરાવવા માટે કોમ્પીટીટીવ પરીક્ષામાં રપ વર્ષના અનુભવી અંગ્રેજી વિષયના નિષ્ણાંત અમીનભાઇ ધારાણી મારફત નિઃશુલ્ક છ કલાકની કાર્યશાળાનું આયોજન કરાયેલ હતું. જેમાં ૩પ૦ થી વધુ છાત્રોએ લાભ લઇ ''જ્ઞાન સાથે પ્રશ્નાવલી'' મારફત તાલીમ મેળવેલ હતી. કાર્યશાળામાં યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટ ઓફિસર ડો. કે.એન. ખેર વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પોતાના અનુભવ અંગે અને જી.પી.એસ.સી., યુ.પી. એસ.સી. વગેરે પરીક્ષાની તૈયારી અંગે રસપ્રદ માહિતી આપેલ આ તકે સી.સી.ડી.સી. કો.ઓર્ડિનેટર પ્રો. નિકેશભાઇ શાહ, જાણીતા શિક્ષક ડો. પ્રતીકભાઇ મહેતા, ટીમ સીસીડીસીના સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, આશીષભાઇ કડીયાએ તથા હીરાબેનક કિડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં સીસીડીસી મારફત રાષ્ટ્રીય કક્ષાની સ્ટાફ સિલેકશનની પરીક્ષાની તૈયારી માટે ''વિમેન પાવરેમન્ટ'' પ્રોગ્રામ અંતર્ગત દિકરીઓને વિશિષ્ટ બેચ શરૂ કરાયેલ છે જેમાં નિષ્ણાંત તજજ્ઞો મારફત અંગ્રેજી, રીઝનીંગ અને મેથેમેટીકસની તૈયારી કરાવવામાં આવે છે.

(4:47 pm IST)