Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

લો કરલો બાતઃ ફી કયાંથી સરકાર ધટાડે! ૧૯ કોલેજોની ધટાડી - ૨૧૨ની ફી વધારી

શાળાઓની ફી ધટાડા પ્રશ્ને સરકાર હાકલા પડકાર કરતી ફરે છે ત્યારે

રાજકોટ તા. ૧૧ : સમગ્ર ગુજરાતમાં આજે શાળા - કોલેજોની તોતીંગ ફી વધારાના પ્રશ્ન વાલી - છાત્ર અને સરકાર વચ્ચે અટવાયો છે ત્યારે આજે કોલેજોની ફી વધારાની દરખાસ્તમાં ફી કમિટિએ માત્ર ૧૯ કોલેજોની ફી ધટાડી છે જ્યારે ૨૧૨ કોલેજોની ફી વધારી છે.

રાજયની સ્વનિર્ભર એન્જિનિયરિંગ અને ફાર્મસીની ફી નક્કી કરવા માટે રચાયેલી ફી રેગ્યુલેટરી કમિટીએ આજે વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૧૯-૨૦ની ૩ વર્ષની ફી જાહેર કરી છે. જેમાં ૬૧૩ કોલેજોએ ફી અંગેની દરખાસ્ત કમિટી સમક્ષ રજૂ કરી હતી. જેમાં ૩૯ કોલેજો બંધ થઈ ગઈ છે.

જયારે ૫૬૪ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે. એન્જિનિયરિંગ અને ટેકનોલોજીની ૧૧૩ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે. જયારે ૨૧૨ કોલેજોની ફી વધી, જયારે માત્ર ૧૯ કોલેજોની ફી ધટી છે.

(4:15 pm IST)