Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

લંડન લો.યુનિ. દ્વારા આયોજીત સેમિનાર માટે સરકારી વકીલ સમીર ખીરાની પસંદગી

રાજકોટતા.૧૧: યુ.કે. (લંડન) ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ જ્યુરીસ્ટ તથા ઇન્ટરનેશનલ જનરલ ઓફ લીગલ રીસર્ચ અને ગર્વન્સ લંડન લો યુનિર્વસીટી દ્વારા આયોજિત સેમીનારમાં રાજકોટના સરકારી વકીલ સમીર ખીરાની પસંદગી થયેલ છે

ગત.તા.૧૩ તથા ૧૪ જાન્યુઆર-૨૦૧૮ના રોજ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ લો, ન્યુ દિલ્હી મુકામે લંડનની ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ જયુરીસ્ટ તથા ઇન્ટરનેશનલ જનરલ લીગલ રીસર્ચ એન્ડ ગર્વન્સ લંડન લો યુનિર્વસીટી દ્વારા સેમીનાર યોજાવાનો છે. રાજકોટના જાણીતા સરકારી વકીલ તથા સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના યુવાપાંખના પ્રમુખ સમીરભાઇ એમ.ખીરાની મહત્વપૂર્ણ આ સેમીનારમાં પસંદગી થયેલ છે.

આ સેમીનારમાં સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયાના સીનીયર કાઉન્સીલ ડો. અડીશ અગ્રવાલા, ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયાના સ્ટેન્ડીંગ કાઉન્સીલ અનિલ સોની સ્ટુડન્ટ ડીવીઝન પ્રેસીડન્ટ ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ જયુરીસ્ટ લંડનના મહક રાઠી આદિત્ય મિશ્રા સીનીયર કાઉન્સીલ સુપ્રિમકોર્ટ ઓફ ઇન્ડીયાના અગ્રણી એડવોકેટસો કાયદકીય માહીતીઓ આપશે જેમાં સ્ત્રીને લગતા વિષયો જેમકે જાતીય ભેદભાવ, સાયબર સ્પેસ, શારિરીક તથા માનસીક સ્ત્રીઓને થતા શોષણ, વિમેન એમપાવરમેન્ટ અને સ્ત્રીઓના હકો વિશે તમામ માહીતી અંગેની કાયદાકીય ચર્ચાઓ વિશ્લેષણ પૂર્વક કરાશે તેમજ વિવિધ દેશોના કાયદાને લગતા સીનીયર એડવોકેટો, કાઉન્સીલો આ સેમીનારમાં હાજર રહેશે. જેમાં સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાંથી મહત્વપૂર્ણ પસંદગી થયેલ રાજકોટના જાણીતા સરકારી વકીલ સમીર એમ.ખીરા આ સેમીનારમાં હાજર રહી વિસ્તૃત કાયદાકીય ચર્ચાઓમાં જોડાશે.

(4:08 pm IST)