Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પોણો લાખના વિદેશી દારૂના 'ચપલા' ભરેલી રિક્ષા ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી

ચંદ્રેશ ઉર્ફ પેઇન્ટર અને મહેશ ઉર્ફ હિતેશની ધરપકડઃ કુવાડવા રોડ પર કોન્સ. અનિલ સોનારા, રામ વાંક અને હરદેવસિંહ રાણાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૧: ક્રાઇમ બ્રાંચે કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ નજીકથી રૂ. ૭૬૮૦૦ની કિંમતના વિદેશી દારૂના ચપલા ભરેલી જીજે૩એડબલ્યુ-૮૦૧૪ નંબરની  રિક્ષા સાથે બે શખ્સોને દબોચી લઇ કુલ રૂ. ૧,૨૬,૮૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, મોહનભાઇ મહેશ્વરી, કોન્સ. નિલેષભાઇ ડામોર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કોન્સ. અનિલ સોનારા, રામ વાંક અને હરદેવસિંહ રાણાને મળેલી બાતમી પરથી કુવાડવા રોડ પર રેસ્ટોરન્ટ નજીક વોચ રાખી રિક્ષાને અટકાવી લેવાઇ હતી અને બે શખ્સો ચંદ્રેશ ઉર્ફ પેઇન્ટર પોપટલાલ પાઘડા (ઉ.૨૮-રહે. આર્યનગર-૪, બાલક હનુમાનજી પાસે) તથા મહેશ ઉર્ફ હિતેષ મનસખુભાઇ જંજવાડીયા (ઉ.૨૮-રહે. રાજમોતી મીલ પાસે મયુરનગર-૧)ને સકંજામાં લીધા હતાં.

રિક્ષામાંથી જુદા-જુદા ૧૮૦ એમ.એલ.ના ૪૮૦ ચપલા તથા અન્ય ૨૮૮૦૦ના ૨૮૮ ચપલા મળી કુલ ૭૬૮૦૦નો દારૂ કબ્જે કરાયો હતો. પ૦ હજારની રિક્ષા પણ જપ્ત કરી બંનેને વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવી છે. તસ્વીરમાં બંને શખ્સો, રિક્ષા અને દારૂના બોકસ જોઇ શકાય છે.

(12:49 pm IST)