Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

શાપરમાં લોખંડનો ડેલો માથે પડતાં ચાર વર્ષના બાળક રૂપેશનું મોત

યુ.પી.ના દંપતિએ લાડકવાયો ગુમાવતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૧: શાપર વેરાવળમાં આવેલી બેરીંગની કંપનીમાં નોકરી કરતાં અને ત્યાંની ઓરડીમાં જ રહેતાં યુ.પી.ના યુવાનના ૪ વર્ષના માસુમ પુત્ર પર ફેકટરીનો લોખંડનો દસેક ફુટનો ડેલો માથે પડતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ યુ.પી.ના ફૈઝાબાદના મલપુરા બરામુત જરીયારી ગામનો વતની રાકેશ બનકર અને તેની પત્નિ તથા બે પુત્ર અને એક પુત્રી સાથે બે વર્ષથી રહે છે અને બેરીંગની ફેકટરીમાં કામ કરે છે. આ પરિવાર ત્યાંની મજૂરની ઓરડીમાં જ રહેતો હોઇ ગઇકાલે રાકેશનો ૪ વર્ષનો પુત્ર ઓરડીમાંથી રમતો-રમતો નીકળી ફેકટરીના ગેઇટ પાસે ગયો હતો. એ વખતે અચાનક દસેક ફુટનો લોખંડનો દરવાજો એંગલમાંથી નીકળીને માથે પડતાં માસુમ રૂપેશને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવથી પરપ્રાંતિય દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું.

(10:16 am IST)