Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

શાની, કાળી પોચી શેરડી, ફૂલછોડનું એકદમ રાહતદરે વિતરણઃ કાલે રાજકોટ મોરબી- જામનગરમાં કેમ્‍પ

દેસી ઓસડીયા, અળસીયાનું ખાતર, સીંગતેલ, તલનું તેલ, મધ, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્‍તુઓ પણ મળશે

રાજકોટઃ શાની, કાળી પોચી શેરડી, વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ થાય છે. 

આ ઉપરાંત હાથે ખાંડેલ દેસી ઓસડિયા જેવા કે સરગવા પાવડર, ડોડીનો પાવડર, ત્રિફળા, હરડે, અશ્વગંધા, સતાવરી, બાવચી, અરડૂસી ના પાન, મીઠા લીંબડાના પાન, સૂંઠ, સિંધાલૂણ, સંચળ વગેરે,    અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, કાળા અને સફેદ તલની શાની, સિંગતેલ, તલનું તેલ, કાળી પોચી શેરડી, પ્‍યોર મધ, માટીના કુંડા, તાવડીદેસી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડા ને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્‍તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, વિવિધ જાતના ફૂલછોડ તેમજ બ્‍લૂ ક્રોટન, મધુકામિની, ગલગોટા, મરી, નાગરવેલ, જેસટોફર, પારસ, મહાગુની, જાસૂદ, મોગરા, રસૂલીયા, બહુનીયા વગેરે રોપાનું રાહત દરે વિતરણ થશે.

આ બધું ખેડૂતો અને અન્‍ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને નવરંગ નેચર કલબ જગ્‍યા અને પ્રચારની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે કરી આપે છે.

રાજકોટઃ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગનો ખૂણો,રાજકોટ તા.૧૧ (દર રવિવાર), સમય :  સવારે ૮ થી ૧

મોરબીઃ- ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, તા.૧૧ (રવિવાર), સમય : સવારે ૮:૩૦ થી ૧

જામનગરઃ- પ્રદર્શન ગ્રાઉન્‍ડની સામે, સાત રસ્‍તા પાસે, તા.૧૧ (રવિવાર), સમયઃ સવારે ૮:૩૦ થી ૧ વાગ્‍યાથી.

આ અંગે વધુ માહિતી માટે શ્રી વી.ડી.બાલા મો.૮૧૬૦૬ ૩૯૭૩૫નો સંપર્ક કરવો.

(11:52 am IST)