Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

રાજકોટમાં પોલીસની મેગા ડ્રાઈવ :પ્રોહિબિશન,શરીર સબંધી ગુન્હા અને ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ

ગાંધીગ્રામ પોલીસ ટીમ તથા પ્રનગર પોલીસ ટીમ જોડાઈ : એક રીક્ષા ડિટેઇન : ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો એક અને પ્રોહી,કબજાનો એક કેસ નોંધાયો

 

રાજકોટ : રાજકોટમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ હતી જેમાં પ્રોહિબિશન,શરીર સબંધી ગુન્હા અને મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી જેમાં એક રીક્ષા ડિટેઇન કરવા સાથે ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો એક કેસ અને પ્રોહી,કબજાનો પણ એક કેસ નોંધાયો હતો

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશનર ઝોનમનોહરસિંહ જાડેજાની સૂચનાથી પ્રોહીબીશનની બદી નેસ્તનાબૂદ કરવા માટે તથા શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા પ્ર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમા મદદનીશ પોલીસ કમિશનર  પી.કે દીયોરા ની અધ્યક્ષતામાં ગાંધીગ્રામ પોલીસ ટીમ તથા પ્રનગર પોલીસ ટીમ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઇવ તથા શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા પ્રોહી અંગેની ડ્રાઇવનું આયોજન કરી આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને કાયદા નું ભાન કરાવવા મેગા ડ્રાઇવનું આયોજન કરેલ હતું

  ડ્રાઇવ દરમિયાન  ગાંધીગ્રામ પોલીસે એમ. વી એકટ કલમ ૨૦૭ મુજબ 01 રીક્ષા ડિટેન કરેલ છે તથા ડ્રંક એંડ ડ્રાઇવ ના 02 કેસ એમ વી એકટ કલમ ૧૮૫ મુજબતથા  પ્રોહી, કબજા નો 01 કેસ કરવામાં આવેલ છે.                                   તથા પ્ર. નગર પો.સ્ટે.ની પોલીસ ટીમ ધ્વાર વાહન ચેકીંગ ની ડ્રાઈવ દરમિયાન 1 રિક્ષા ડિટેઇન કરેલ છે. તથા એમ.વી.એક્ટ 185 મુજબ 1 કેસ કરવામાં આવેલ છે.

 

(10:54 pm IST)
  • સેન્સેકસ રરર પોઇન્ટ ઘટીને ૪૦ર૬૪ અને નીફટી ૭ર પોઇન્ટ ઘટીને ૧૧૮૬પઃ ડોલર સામે રૂપિયો ૭૦.૮૯ ઉપર છે access_time 3:33 pm IST

  • ભાવનગરમાં મંડપ કોન્ટ્રાકટર્સ, કેટરર્સ અને રેસ્ટોરન્ટ પર GSTનું ચેકીંગ: મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્યતા access_time 9:08 pm IST

  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST