Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

માલીયાસણ પાસે અજાણ્યા વાહને એકટીવાને ઠોકર મારતા કુવાડવાના કિશોરભાઇ સોનીત્રાનું મોત

મિત્ર ગણેશભાઇ ઢોલરીયાને ઇજાઃ બંને કુવાડવાથી રાજકોટ આવતા'તા

રાજકોટ, તા. ૧૦ : કુવાડવા રોડ પર માલીયાસણ પાસે અજાણ્યા વાહનના ચાલકે એકટીવાને ઠોકર મારતા કુવાડવા ગામના પ્રૌઢનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ કુવાડવા ગામમાં રહેતા ગણેશભાઇ હરજીભાઇ ઢોલરીયા (ઉ.વ.પ૦) તથા મિત્ર કિશોરભાઇ પાચાભાઇ સોનીત્રા (ઉ.વ.પ૦) સવારે એકટીવામાં કુવાડવાથી રાજકોટ આવતા હતાં ત્યારે માલીયાસણ પાસે કોઇ અજાણ્યા વાહનના ચાલકે એકટીવાને ઠોકર મારતા બંને મિત્રો ફંગોળાઇ ગયા હતા. બાદ બંનેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં જયાં કિશોરભાઇ સોનીત્રાનું સારવાર દરમ્યાન મોત નિપજયુ઼ હતું. આ અંગે કુવાડવા પોલીસે તપાસ આદરી છે.

(4:28 pm IST)
  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • પી.પી.એફ.અને નાની બચત યોજનાઓ ઉપર મળતા વ્યાજમાં ઘટાડો કરો : RBI નું કેન્દ્ર સરકારને સૂચન : પોસ્ટ ઓફિસમાં મળતા વધુ વ્યાજને કારણે બેંકોની ડિપોઝીટ ઘટી રહી છે : સસ્તી લોન આપવામાં મુશ્કેલી access_time 12:43 pm IST

  • સેન્સેકસ રરર પોઇન્ટ ઘટીને ૪૦ર૬૪ અને નીફટી ૭ર પોઇન્ટ ઘટીને ૧૧૮૬પઃ ડોલર સામે રૂપિયો ૭૦.૮૯ ઉપર છે access_time 3:33 pm IST