News of Tuesday, 10th December 2019
રાજકોટ, તા. ૧૦ : પૂ.દિપકભાઈ દેસાઈ રાજકોટ આવી રહ્યા છે. પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થકી જીવનના સુખ અને દુઃખમાંથી કાયમી મુકિતનો અનુભવ કરાવતો સત્સંગ અને જ્ઞાનવિધિનો કાર્યક્રમ, શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર સ્થિત પારિજાત પાર્ટી પ્લોટ ખાતે, તા. ૧૩ થી ૧૬ ડિસેમ્બર (શુક્રથી સોમ) દરમિયાન યોજવામાં આવેલ છે.
ચાર દિવસના આ કાર્યક્રમમાં પહેલા બે દિવસ, ૧૩ અને ૧૪ ડિસેમ્બર (શુક્ર-શનિ)ના રોજ સાંજે ૭ થી ૧૦ કલાકે પૂજય શ્રી દીપકભાઈ દેસાઈ સાથે અનુક્રમે 'સૂઝ – કોમન સેન્સ' અને 'પિછાણ અસલી જ્ઞાની તણી' વિષયો ઉપર પ્રશ્નોત્ત્।રી સત્સંગ યોજવામાં આવેલ છે. આ પ્રશ્નોત્ત્।રી સત્સંગની વિશેષતા એ છે કે, ઉપસ્થિત કોઈપણ વ્યકિત પૂજય દીપકભાઈ સમક્ષ પોતાને મૂંઝવતા વ્યવહારિક તથા અધ્યાત્મિક પ્રશ્નો પૂછી તેના સમાધાનકારી જવાબ મેળવી શકે છે.
ત્યારબાદ, ૧૫ ડિસેમ્બર રવિવારના રોજ સાંજે ૫:૩૦ થી ૯ વાગ્યા સુધી જ્ઞાનવિધિનું આયોજન થયું છે. જ્ઞાનવિધિ એ આત્મસાક્ષાત્કાર માટેનો બે કલાકનો અદભુત વૈજ્ઞાનિક પ્રયોગ છે. જેમાં સંસાર વ્યવહારની ફરજો બજાવવા છતાં એકપણ ચિંતા કે દુઃખ સ્પર્શે નહીં તે રીતે જીવન જીવવાની ઉમદા સમજણ પ્રદાન થાય છે. જ્ઞાનવિધિમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના કોઈપણ ધર્મ, પ્રાંત કે જાતિના લોકો ભાગ લઈ શકે છે. દેશ વિદેશના લાખો લોકો આ સમજણ પ્રાપ્ત કરીને જીવનને સુખમય બનાવી શકયા છે. જ્ઞાનવિધિ બાદ ૧૬ ડિસેમ્બરના રોજ સાંજે ૭ થી ૧૦ દરમિયાન પૂજયશ્રીના આશીર્વાદ પામેલા આપ્તપુત્રભાઈ સાથે પ્રશ્નોત્ત્।રી સત્સંગ સત્ર ગોઠવાયેલ છે. સત્સંગ અને જ્ઞાનવિધિના આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. તેમ યાદીમાં જણાવાયુ છે.
આ ઉપરાંત, પૂજય નીરૂમા અને પૂજય દીપકભાઈના પ્રશ્નોત્ત્।રી સત્સંગનું ગુજરાતી અને હિન્દી ભાષામાં નિયમિત પ્રસારણ દૂરદર્શન, અરિહંત, આસ્થા, રિશ્તે, ટીવી એશિયા વગેરે ટીવી ચેનલો ઉપર કરવામાં આવે છે. અક્રમ વિજ્ઞાન અને જ્ઞાનવિધિની વધુ વિગત www.dadabhagwan.org વેબસાઈટ ઉપર પણ સંપર્ક કરી શકાય છે.
ઈન્સ્ટન્ટ ફૂડ, ઈન્સ્ટન્ટ મેસેજ, રેપિડ યોગા અને સ્પીડ ડાયલના ઝડપી જમાનામાં ઈન્સ્ટન્ટ આત્મ-સાક્ષાત્કાર કરાવતો કાર્યક્રમ પારિજાત પાર્ટી પ્લોટ ખાતે, તા. ૧૩ થી ૧૬ દરમિયાન યોજાશે. બાહ્ય કોઈપણ ફેરફાર કર્યા વિના ફકત આંતરિક સમજણ ફેરથી સુખ-શાંતિનો અમૂલ્ય અનુભવ કરાવતા સત્સંગ અને જ્ઞાનવિધિના આ ચાર દિવસના કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. તેમ યાદીના અંતમાં જણાવાયુ છે.(૩૭.૬)
કાર્યક્રમની વિગત
(૧) તા.૧૩-૧૪ સાંજે ૭ થી ૧૦ પ્રશ્નોત્તરી - સત્સંગ
(૨) તા.૧૫ સાંજે ૫:૩૦ થી ૯ જ્ઞાનવિધિ
(૩) તા. ૧૬ સાંજે ૭ થી ૧૦ પ્રશ્નોત્તરી સત્સંગ સત્ર
(તમામ કાર્યક્રમો ૧૫૦ ફૂટ રીંગ રોડ, પારીજાત પાર્ટી પ્લોટ ખાતે યોજાશે.)