Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

એસટીની 'કંડકટર મિત્ર' યોજનામાં ૧ર ફોર્મ ભરાયા : રાજકોટ-ગોંડલ-મોરબીનો સમાવેશ

રાજકોટ, તા. ૧૦ : એસટી બોર્ડ દ્વારા રાજયભરમાં અમલી બનેલ કંડકટર મિત્ર યોજનામાં રાજકોટ ડીવીઝનમાં ૧ર ફોર્મ ભરાયાનું ડીવીઝનલ નિયામક શ્રી યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું

તેમણે જણાવેલ કે રાજકોટ-મોરબી-ગોંડલના લોકોએ રસ દાખવ્યો છે. ફોર્મ ભરનાર તમામને ટિકીટનું સ્પે. મશીન અપાશે અને દરેક ચોકડીએ તેઓ ઉભા રહી મુસાફરોનું બુકીંગ કરશે, આ માટે ફોર્મ ભરનારે ૮ હજાર ડીપોઝીટ ભરવાની રહે છે, તે સામે તેમને ટિકીટ દીઠ ૩.પ ટકા કમિશન મળશે. આ એક એજન્ટ જેવી યોજના છે.

દરમિયાન રાજકોટ ડીવીઝનની આવક હાલ રોજની ૪૦થી ૪ર લાખની હોવાનું અને જળવાઇ રહ્યાનું તેમણે ઉમેર્યું હતું. હાલ હમણા રાજકોટ ડીવીઝનને કોઇ નવી બસ નહિ ફાળવાય અને નવા બસ સ્ટેશનનું લોકાર્પણ અંગે કોઇ તારીખ ફાઇનલ નહીં થયાનું શ્રી પટેલે જણાવ્યું હતું.

(4:05 pm IST)