Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

'ઇન્ટરનેશલ એન્ટીકરપ્શન ડે'ની રાજકોટ સહિતના મથકો ઉપર ઉજવણીઃ ભ્રષ્ટાચારને ભેગા મળી નેસ્તનાબુદ કરવા સંકલ્પ

રાજકોટ, તા., ૧૦: ગઇકાલે ૯ ડિસેમ્બરને ઇન્ટરનેશનલ એન્ટીકરપ્શન ડે તરીકે ઉજવવામાં આવે છે. ગઇકાલે સમગ્ર ગુજરાતના એસીબી મથકો ઉપર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

યુનાઇટેડ નેશનના તા.૩૧-૧૦-ર૦૦૩ના જનરલ એસેમ્બલીમાં આ દિવસને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે ઉજવવા ઠરાવ થયો હતો. તે અંતર્ગત ભ્રષ્ટાચાર વિરૂધ્ધમાં લોકોમાં જાગૃતી લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સરકારી, ખાનગી સંસ્થાઓ અને નાગરીક સંગઠનો દ્વારા ભ્રષ્ટાચાર વિરૂધ્ધ ભેગા મળેી ભ્રષ્ટાચારને નેસ્તનાબુદ કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. જે અંતર્ગત શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ વિશેષ માર્ગદર્શન સેમીનારના માધ્યમથી આપવામાં આવે છે.  આ ઉપરાંત લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા કરવામાં આવેલ મહત્વના કેસોની સત્ય હકિકત ઉપર આધારીત ફિલ્મની કવીકીઝ બનાવી કાર્યક્રમમાં પ્રસારીત કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર અટકાવવા માટે ટોલ ફ્રી ૧૦૬૪ નંબરના સ્લોગનવાળા કિચન અને પેનનું વિતરણ કરી તમારી આસપાસ કયાંય ભ્રષ્ટાચાર થતો હોય તો આ નંબર પર જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. તસ્વીરમાં એસીબીના મદદનીશ નિયામક એસ.પી.દોશી,  આત્મીય કોલેજના પ્રિન્સીપાલ શ્રી આચાર્ય, આત્મીય કોલેજના સબ રજીસ્ટ્રાર શ્રી કોઠારી સહીતના આમંત્રીતો નજરે પડે છે. એસબી ઇન્ટરનેશલ ડે અંતર્ગત સેમીનારનું આયોજન આત્મીય કોલેજના મધ્યસ્થ હોલમાં આત્મીય કોલેજના વિદ્યાર્થીઓ અને એઇસી સંસ્થાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

(4:05 pm IST)