Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

આજીડેમ ચોકડી પાસેના ભીમરાવનગરના ખુન કેસમાં આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૦: આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં ઘાતકી રીતે થયેલ હત્યાના ગુન્હામાં આરોપીઓનો જામીન ઉપર છુટકારો અદાલતે હુકમ કર્યો હતો.

રાજકોટમાં ભીમરાવનગર શેરી નં. ૧ માં રહેતા ઇશ્વર કેશુભાઇ મકવાણાએ તેના ભાઇ મોરારીભાઇ કેશુભાઇ મકવાણા છરીઓથી અસંખ્ય ઘા મારી હત્યા કરવાના આક્ષેપો સાથે આજીડેમ પોલીસ સ્ટેશનમાં તા. ર૭/૪/૧૯ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી જેમાં આરોપી તરીકે ઇશ્વર ઉર્ફે ઇસુ છગનભાઇ મકવાણા, ભરત નાથાભાઇ મકવાણા, અનીલ છગનભાઇ મકવાણા, પ્રફુલ્લ ઉર્ફે ભુપો છગનભાઇ મકવાણાના નામો આપેલ હતા. જે અનુસંધાને પોલીસે ખુનનો ગુન્હો હોય અને ઘાતકી રીતે અસંખ્ય છરીના ઘા મારી હત્યા કરવાના ગુન્હામાં આઇ.પી.સી. કલમ ૩૦ર, ૧૧૪ના કામની ફરીયાદ નોંધી ચારેય પીતા, પુત્રની ધરપકડ કરેલ હતી અને તેઓની ધરપકડઢ કરી રાજકોટ જેલ હવાલે કરેલ હતા.

ઉપરોકત ગુન્હામાં આરોપી પ્રફુલ્લ ઉર્ફે ભુપો છગનભાઇ મકવાણા, ભરત નાથા મકવાણા, અનીલ છગનભાઇ મકવાણાએ જામીન અરજી કરેલ હતી જેમાં બચાવપક્ષના વકીલશ્રી ભગીરથસિંહ ડોડીયાએ એવી રજુઆત કરેલ હતી કે ફરીયાદીએ ફરીયાદ મોડી આપેલ છે જેમાં કોઇ ખુલાસો આપેલ નથી જયારે હાલના આરોપીઓનો પકડી રાખવાનો રોલ હોય તેવા સંજોગોમાં તેઓ પાસેથી ગુન્હાના કામના કોઇ હથીયારો રીકવર કરવામાં આવેલ નથી જયારે અનીલ છગનભાઇ મકવાણાને નામદાર ગુજરાત હાઇકોર્ટે સરખા આક્ષેપોના સંજોગોમાં જામીન ઉપર મુકત કરેલ હોય ત્યારે અરજદાર આરોપી પ્રફુલ્લ છગનભાઇ તથા ભરત નાથાભાઇને પેરીટીના સિધ્ધાંત મુજબ જામીન ઉપર મુકત કરવા જોઇએ તેવા સંજોગોમાં એડી. સેશન્સ અદાલતે બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય સીધ્ધાંતો ધ્યાને લઇ ભરત નાથાભાઇ તથા પ્રફુલ્લ ઉર્ફે ભુપો છનગભાઇ મકવાણાને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, નયન મણીયાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:58 pm IST)