Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

મ્યુ. કોર્પોરેશને ઢોર ડબ્બામાં બકરીઓ પૂરી દેવાતા માલધારીઓનો વિરોધ

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનના પ્રાણી રંજાડ વિભાગે આજે બકરીઓને ઢોર ડબ્બામાં પૂરી દેતા માલધારી અગ્રણી રણજીત મુંધવા, કરણ ગમારા આ બાબતનો વિરોધ દર્શાવી બકરાઓને છોડાવવા ઢોર ડબ્બા ખાતે દોડી ગયા હતાં તે વખતની તસ્વીર. આ તકે રણજીત મુંધવાએ એવો આક્ષેપ કર્યો હતો. બકરીઓ કોઇને રંજાડતી નથી રોડ ઉપર કયાંય નથી નડતી કોઇને મારતી નથી આમ છતાં વગર વાંકે આ નિર્દોષ જાનવરને તંત્ર વાહકોએ ડબ્બે પૂરી દીધી. અત્યાર સુધીમાં ઢોર ડબ્બામાં બકરીઓ પૂરાઇ હોય તેવું નોધાયું નથી. છતાં તંત્ર વાહકોએ માત્રને માત્ર આકરો દંડ વસુલવા આ અન્યાયી કાર્ય કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

(3:56 pm IST)