Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

પોલીટેકનીકમાં યુવા મતદાર જાગૃતી કાર્યક્રમ

રાજકોટઃ યુવા મતદાર જાગૃતી કાર્યક્રમ અંતર્ગત સરકારી પોલીટેકનીક ખાતે કલેકટર અને જીલ્લા ચુંટણી અધિકારીશ્રી રેમ્યા મોહન અને નાયબ જીલ્લા ચુંટણી અધિકારીશ્રી એન.આર.ધાધલ, મામલતદાર રાજકોટ (પુર્વ) શ્રી સરયુ જનકાંત પોલીટેકનીકલના પ્રિન્સીપાલ શ્રી શ્રી સ્વામી નારાયણ તથા માસ્ટર ટ્રેઇનર શ્રી પિયુષભાઇ હિંડોચાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો. જેમાં ૧૮ થી ૧૯ વર્ષના યુવા મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવે તે માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવેલ. ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા તથા વિદ્યાર્થીઓ માટે કાઉન્ટરની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ જેમાં ઓનલાઇન-ઓફલાઇન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ હતી.

(3:46 pm IST)