Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

૧૮મીએ જનરલ બોર્ડઃ ટ્રાફિક-દબાણોના પ્રશ્ને કોંગ્રેસ હલ્લો બોલાવશે

ભાજપનાં ૧૬ તથા કોંગ્રેસના ૧૯ નગર સેવકો દ્વારા કુલ ૭ર પ્રશ્નો રજુઃ પ્રથમ કોંગ્રેસના કોર્પોરેટરોના પ્રશ્નથી ચર્ચા થશે

રાજકોટ તા. ૧૦ :.. આગામી તા. ૧૮ ડીસેમ્બરે સવારે ૧૧ વાગ્યે મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ યોજાનાર છે. જેમાં ભાજપ - કોંગ્રેસના કુલ ૩પ કોર્પોરેટરોએ ૭ર પ્રશ્નો રજૂ કર્યા છે. પ્રથમ કોંગ્રેસના કોર્પોરેટરનો ટ્રાફિક, દબાણ, આવાસ સહિતના પ્રશ્નની ચર્ચા શરૂ થશે.

મ્યુ. કોર્પોરેશનની સમગ્ર સભાની સાધારણ દ્વિમાસીક મીટીંગ તા. ૧૮ નાં બુધવારના રોજ સવારે ૧૧ કલાકે મ્યુ. કોર્પોરેશનની કચેરીમાં બીજા માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર બીનાબને આચાર્યની અધ્યક્ષતામાં યોજાશે. આ બોર્ડમાં કુલ ભાજપનાં ૧૬ નગરસેવકોએ ર૦ અને કોંગ્રેસનાં ૧૯ કોર્પોરેટર દ્વારા પર સહિત કુલ ૭ર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે.

આ બોર્ડમાં પ્રથમ પ્રશ્ન વોર્ડ નં. ૧૭ કોંગ્રેસનાં કોર્પોરેટર જયાબેન ટાંક દ્વારા રાજકોટમાં ટ્રાફીક ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા છેલ્લા એક વર્ષમાં કયાં કયાં સ્થળે અને કેટલા પટ્ટા કર્યા છે. આવાસ યોજના શાખા દ્વારા કેટલા લોકોને પ્રધાન મંત્રી આવાસ યોજના પીએમજીએસવાય ની કામગીરી કરવામાં આવે છે. તથા રાજકોટ શહેરમાં કેટલી રેકડીઓ પકડેલ છે અને કેટલી રેંકડીઓ છોડવામાં આવેલ છે તેમજ રેંકડીઓ છોડવામાં કેટલા સમય લાગે છે સહિતના પ્રશ્નો થી ચર્ચ શરૂ થશે.  બીજો અને ત્રીજો પણ કોંગ્રેસના કોર્પોરેટરનો પ્રશ્ન ચર્ચાશે.

કયાં કયાં કોર્પોરેટરોએ  પ્રશ્નો પૂછયા

આગામી જનરલ બોર્ડમાં જયાબેન જે.ટાંક, મનસુખભાઇ કાલરીયા, ઘનશ્યામસિંહ એન.જાડેજા, રૂપાબેન શીલુ, ઘનશ્યામસિંહ  એ.જાડેજા, પારૂલબેન ડેર, અંજનાબેન મોરજરીયા, જયમીનભાઇ ઠાકર, અશ્વિનભાઇ ભોરણીયા, અનીતાબેન ગોસ્વામી, નીતિનભાઇ રામાણી, રાજુભાઇ અઘેરા, શિલ્પાબેન જાવિયા, વશરામભાઇ સાગઠીય, જાગૃતિબેન ડાંગર, વિજયભાઇ વાંક, પરેશભાઇ પીપળીયા, બાબુભાઇ આહિર, મનીષભાઇ રાડીયા, સંજયભાઇ અજુડીયા, ડો.દર્શિતાબેન શાહ, અજયભાઇ પરમાર, માશુબેન હેરભા, જાગૃતિબેન ઘાડીયા, મુકેશભાઇ રાદડિયા, દલસુખભાઇ જાગાણી, ઉર્વશીબા કે.જાડેજા, સીમ્મીબેન જાદવ , રેખાબેન ગજેરા, રવજીભાઇ ખીમસુરીયા, અતુલભાઇ રાજાણી, રસીલાબેન એસ.ગરૈયા વલ્લભભાઇ પરસાણા મેનાબેન વી.જાદવ, ગાયત્રીબા વાઘેલા સહિતના કોર્પોરેટરો દ્વારા પ્રશ્નોરજુ થયા છે.

નવ દરખાસ્તો અંગે નિર્ણય

આગામી તા. ૧૮ ના મળનાર જનરલ બોર્ડમાં વોર્ડ નં. ૧૮ માં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ કોઠારીયા સ્ટેશન પ્રાથમિક શાળાના જુના બિલ્ડીંગનો ઇમલો પાડીને લઇ જવા અંગે ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીના વારસદારને ખાસ કિસ્સામાં રહેમરાહે નોકરી આપવા, અરવિંદભાઇ મણીયાર પુસ્તકાલયના બોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાના એક પ્રતિનિધિનું નામ સુચવવા, વોર્ડ નં. ૭ ભારત ગેસ્ટ હાઉસની બાજુમાં રાજ સિનેમાછવાળી શેરીમાં આવેલ જાહેર યુરીનલ દુર કરવા, કામ ચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં. ૧પ અને ૩૧ રાજકોટમાં સમાવિષ્ટ રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા રસ્તા અન્વયેની દરખાસ્તને પરામર્શ આપવા સહિતની ૯ દરખાસ્તો અંગે નિર્ણય થશે.

(3:38 pm IST)
  • હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલઃ પોલીસ સામે નામજોગ FIR કરવા હાઇકોર્ટનો આદેશ :એન્કાઉન્ટરમાં સામેલ દરેક પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધાવવી પડશેઃ પોલીસ કર્મચારીઓને કેસનો સામનો કરવો પડશે access_time 1:09 pm IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST

  • સેન્સેકસ રરર પોઇન્ટ ઘટીને ૪૦ર૬૪ અને નીફટી ૭ર પોઇન્ટ ઘટીને ૧૧૮૬પઃ ડોલર સામે રૂપિયો ૭૦.૮૯ ઉપર છે access_time 3:33 pm IST