Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

૧૦ ડિસેમ્બરઃ વિશ્વ માનવ અધિકાર દિન

કાશ્મીર, અનુચ્છેદ ૩૭૦ અને માનવ અધિકારો

તા.પ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કશ્મીરને સ્પેશ્યલ સ્ટેટસ, વિશેષ રાજયનો દરજજો અપાવતી અનુચ્છેદ-૩૭૦ ના ખડ (૧) સિવાય અનુચ્છેદ-૩૭૦ના દરેક ખડ દર કરવાનો પ્રસ્તાવ રાજયસભામા મુકવામા આવ્યો અને જે પાસ પણ થઈ ગયો જેથી દરેક નાગરીકને જાણવાની તમન્ના જાગી કે આ અનુચ્છેદ-૩૭૦ છે શુ? તેમજ આ અનુચ્છેદ થી જમ્મુ-કશ્મીરને અપાતા વિશેષ રાજયના દરજજાથી તેના વિકાસમા શુ ફાયદો થયો? અરે વિકાસ તો ખુબ દુરીની વાત રહી ગઈ ઉલટાનુ કશ્મીરમાં અલગાવવાદ, આતંકવાદ અને ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો અને માનવ અધિકારોનુ ઉલ્લંઘન તે રોજ-બરોજની ઘટના બની ગઈ હતી. અનુચ્છેદ-૩૭૦ તથા ૩૫એ કાફી હદ સુધી જમ્મુ-કશ્મીરમા માનવ અધિકારોના ઉલ્લંઘન માટે જવાબદાર હતી. પરંતુ અફસોસની વાતતો એ હતીકે ૧૯૫૩મા શ્યામાપ્રસાદ મુખર્જી એક દેશ એક સવિધાન, એક ધ્વજ, એક પ્રધાનના નારા સાથે જમ્મુ-કશ્મીરમા ૩૭૦નો વિરોધ કરવા ગયેલ પરંતુ દુર્ભાગ્યવશ જેતે સમયની સરકારે તેઓની ધરપકડ કરી કસ્ટડીમાં પુરેલ જયા તેઓનુ શકાસ્પદ રીતે મૃત્યુ થયેલ અને જેતે સરકારે ન્યાયીક તપાસ પણ કરાવેલ નહી.

૩૭૦ના કારણેજ જમ્મુ-કશ્મીરમાં જીવન, સ્વતત્રતા, સમાનતા અન ગરીમા પુર્ણ જીવન જીવવાના અધિકારોનુ છાસવારે ઉલઘન જોવા મળેલ જેનો ભારત વર્ષનો ઈતીહાસ સાક્ષી છે. અને હવે એક નજર નાખીએ કે કલમ ૩૭૦થી જમ્મુ-કશ્મીરનુ અને ભારત વર્ષનુ શુ ભલુ થયુ?

(૧) અનુચ્છેદ-૩૭૦ના કારણે સૌથી મોટી દુર્ભાગ્પુર્ણ ઘટના જો કોઈ હોય તો તે આઝાદી પછી કશ્મીરમાંથી કશ્મીરી પંડીતોને બર્બરતાપુર્વક મારી કશ્મીરમાથી હાકી કાઢવામા આવ્યા અને રાતો રાત તેઓના ઘર છીનવી લેવામા આવ્યા અને તેઓને મળતા જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગરીમા જેવા મુળભુત માનવ અધિકારો છીનવી લેવામા આવ્યા જેના માટે પણ ૩૭૦ જ જવાબદાર હતી કારણ કે ભારતના દરેક કાયદાઓ ત્યા અનુચ્છેદ-૩૭૦ને કરણે લાગુ પડતા નહોતા. કશ્મીરી પંડીતોના માનવ અધિકારોના ખુલ્લેઆમ ઉલ્લઘનો થતા હોવા છતા પણ દેશમા કહેવાતા બિનસાપ્રદાયથિક નેતાઓએ આજની તારીખે પણ મૌન ધારણ કરેલ છે જે ખૂબજ ગંભીર બાબત ગણાય. કહેવાતા બિનસાંપ્રદાયિક નેતાઓએ કશ્મીરી પંડીતોને ફરી સ્થાપીત કરવાની તેમજ તેના માનવ અધિકારોના ઉલ્લઘન અંગે કયારેય અવાજ ઉઠાવેલ નથી જે એક તૃષ્ટીકરણની રાજનીતીનુ એક દુર્ભાગ્યપૂર્ણ ઉદાહરણ પુરૂ પાડેલ છે. અનુચ્છેદ-૩૭૦ના દુર થવાથી કશ્મીરમાં ફરીથી કશ્મીરી પંડીતોને ઘાટીમા પ્રસ્થાપીત કરી શકાસે જે આવનાર દિવસો તના સાક્ષી બનશે જેમા કોઈ શકાને સ્થાન નથી.

(૨) કાશ્મીરના લોકોને બે નાગરીકતા મળતી હતી અનુચ્છેદ-૩૭૦ના કારણે એક ભારતની અને એક કશ્મીરની જેથી કશ્મીરની દીકરી જો કોઈ ભારતીય સાથ લગ્ન કરેતો તેની કશ્મીરની નાગરીકતા આપો આપ ખત્મ થઈ જતી હતી અને ફકત ભારતની નાગરીકતા રહેતી હતી અને જો કોઈ પાકીસ્તાની નાગરીક સાથે લગ્ન કરે તો તેને પાકીસ્તાન અને કશ્મીર બનેની નાગરીકતા મળતી હતી તે મુજબ જો કોઈ કશ્મીરની દીકરી ભારતીય સાથે લગ્ન કરે તો તેની પૈતૃક સપતીમાંથી હકક ગુમાવી દેતી હતી જે સ્ત્રીઓને મળતા સમાનતાના અધિકારોનું ઉલ્લઘન અનુચ્છેદ- ૩૭૦ના કારણે થતુ હતુ.

(૩) એક દેશ બે ધ્વજ બે પ્રધાન જેથી ભારતીય તીરંગાનુ અપમાન કશ્મીરમાં અવાર નવાર થતુ હતુ અને આપણા રાષ્ટ્ર ધ્વજનુ અપમાન એ દરેક ભારતીયોની ગરીમાનુ અપમાન બરાબર હતુ જે અનુચ્છેદ-૩૭૦ના કારણ જ હતુ કારણ પણ જાણવા જેવુ છે કશ્મીરમા જો કોઈ રાષ્ટ્ર ધ્વજન અપમાન કરે તો ત્યા રાષ્ટ્ર દ્રોહનો ગુનો બનતો નહી જેથી રાષ્ટ્ર ધ્વજનુ અપમાન અનુચ્છેદ-૩૭૦ના કારણે છાશવારે જોવા મળતુ હતુ.

(૪) લદ્દદાખની સંસ્કૃતીને તેમજ તેની ભાષાને સ્થાન તેમજ તેના વિકાસ અગે કોઈ મહત્વ આપવામા આવેલ નહિ તેના માટે પણ અનુચ્છેદ-૩૭૦ જ જવાબદાર હતી. જે ત્યાના નેતાઓએ એક તૃષ્ટીકરણનુ સંુદર ઉદાહરણ પુરૂ પાડી સમાનતાના અધિકરો ઉપર સીધીજ તરાપ મારેલ.

(૫) અનુચ્છેદ-૩૭૦ના કારણે જ અલગાવવાદ તેમજ આંતકવાદને ખુબજ બળ મળ્યુ લગભગ ૪૦,૦૦૦/- થી વધુ જેટલા લોકોના જીવન આંતકવાદીઓએ નિર્દયતા પૂર્વક અને બે રહેમીથી છીનવી લીધેલ જે ૩૭૦ના કારણેજ લોકોના જીવન જીવવાના અધિકારો છીનવાઈ ગયેલ.

(૬) એક દેશ બે સવિધાન એટલે કે વિશેષ રાજયના દરજજાના કરણેજ જમ્મુ-કશ્મીર અને લદ્દાખમા ધારા આઈ.પી.સી. કોઈપણ ગુનાઓમા લાગુ પડતી નહોતી પરંતુ તેને બદલે ત્યા આર.પી.સી. લાગુ પડતી હતી. જે મુજબ રેપ કેસમા નાબાલીગને ફાસીની જોગવાઈ ન હોવાથી આવા ગુનાઓની ઘટનાઓ અવાર-નવાર બનતી જે અનુચ્છેદ-૩૭૦ના કરણેજ સ્ત્રીઓના ગરીમા પુર્ણ જીવન જીવવાના અધિકારોનુ ઉલઘન થતુ હતુ.

(૭) ભારતના દરેક નાગરીકને કશ્મીરમા સંપતી ખરીદી કરવાનો અધિકાર નહતો ૩૭૦ના કારણે જે હવે દરેક નાગરીક જમ્મુ-કશ્મીરમા સપત્તો ખરીદી શકસે.

(૮) ૩૭૦ દર કરવાના કારણે દરેક ભારતીયને કશ્મીરમાં સમાનતાના ધોરણે મતનો અધિકાર મળશે તેમજ ત્યાની ચંૂટણીમા પ્રતિયોગી પણ બની શકસે. જે સમાનતાના અધિકારોથી ભારતનો દરેક નાગરીક વચીત હતો.

(૯) અત્યાર સુધી કશ્મીરમાં ૩૭૦ અનુચ્છેદના કારણે આર.ટી.આઈ. નો કાયદો તેમજ સી.એ.જી. લાગુ પડતા નહોતો હવે અનુચ્છેદ-૩૭૦ દુર થવાથી આર.ટી.આઈ.નો કાયદો તેમજ સી.એ.જી. લાગુ પડશે જેથી સરકારમાં ભ્રષ્ટાચારો અટકશે જેથી જે પૈસા બારોબાર ખવાઈ જતા હતા તે વિકાસ ના કાર્યોમા લાગશે.

(૧૦) દરેક પછાત જાતીને અનામતનો લાભ મળશે જેથી ખરા અર્થમાં સમાનતાની સ્થાપના થશે જે આવનાર ભારત વર્ષનો ઈતિહાસ સાક્ષી હશ.

(૧૧) ૩૭૦ના કારણે અલગાવવાદ તેમજ આંતકવાદને બળ મળતુ હતુ અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી હતી જે હવે મજબુત અને સુદ્રઢ બનસે જેમા કોઈ શકાને સ્થાન નથી જે આવનાર દિવસો સાક્ષી બનસે.

(૧૨) ૩૭૦ના કારણેજ અત્યાર સુધી જમ્મુ-કશ્મીરના વિકાસ માટે ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવતુ બજેટ જમ્મુ-કશ્મીરમા કોઈ કેન્દ્ર સરકારના કાયદાઓ લાગુ પડતા ન હોવાથી ભ્રષ્ટાચાર ને ખૂબજ વેગ મળતો હતો અને છેવાડા માણસ સુધી પૈસા પહોંચતા નહી જેથી અલગાવવાદને ખૂબ જ બળ મળતુ હતુ. જેથી કશ્મીર પાછળ અઢળક પૈસાઓ ખર્ચવા છતા ત્યાની પરીસ્થીતી એવી હતી જેમ કે કોઈ મા-બાપ તેના છોકરાના ઉછેરમા ખર્ચ કરે પરતુ છોકરો મોટો થઈને તેના મા-બાપનીજ વિરોધમા જાય અને મા-બાપની સાથે ન રહે અને દુશ્મનોની સાથે મળી ગદદારી કરતા હોય તેવી પરીસ્થીતી સર્જાતી હતી  ૩૭૦ના કારણે.

(૧૩) ભારતનો દરેક નાગરીક ત્યા ઉદ્યોગ-ધંધો કરી શકતા નહી જે દરેક નાગરીકને મળતા અધિકારોનુ ઉલ્લંઘન ફકત અનુચ્છેદ-૩૭૦ના કારણે જ થતુ હતુ.

અનુચ્છેદ-૩૭૦ સવિધાનીક રીતેજ અસ્થાઈ હોવા છતા અટલા વષો સુધી દુર ન કરીને તૃષ્ટિકરણનુ એક સંુદર ઉદાહરણ ભૂતકાળની સરકારોએ પુરૂ પાડેલ જેના કારણે માનવ અધિકારોનુ વાયોલેશન ખુબજ થયુ અને ભારતવર્ષ ને ઘણુ બધુ ભોગવવાનો વારો આવેલ છે જે દરેક ભારતીય જનતાના જહેનમાજ છે અને જેનો જવાબ દરેક ભારતીય લોકસાહીના પર્વ વખતે અપેજ છે અને હજુ ભવિષ્યમાં આપશેજ તેમા કોઈ શંકાને સ્થાન નથી. અનુચ્છેદ-૩૭૦ તેમજ ૩૫એ દુર થવાથી આવનાર દિવસોમા જમ્મુ-કશ્મીરમા દરેક શોષીત, પીડીત, વંચીત તેમજ દરેક છેવાડાના માણસને અધિકારો પ્રાપ્ત થશે જેથી ખરા અર્થમા શુસાસનની સ્થાપના થશે.

નીતિન કે.સગપરીયા, એડવોકેટ- નોટરી,

કલ્પેશ બી.સગપરીયા, એડવોકેટ

(12:00 pm IST)