Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

દેશભરમાં એરપોર્ટ કર્મચારીઓની આજથી ભૂખ હડતાલ : રાજકોટમાં ત્રણ દિ' ધરણા

રાજકોટ : દેશમાં એરપોર્ટ ક્ષેત્રનું ખાનગીકરણ કરવાની હિલચાલ સામે એરપોર્ટ કર્મચારીઓ ઉકળી ઉઠયા છે અને આજથી ૬ એરપોર્ટના ખાનગીકરણના વિરોધમાં રાજકોટ સહિત દેશભરમાં ભૂખ હડતાલનું એલાન આપી આંદોલનનો પ્રારંભ કર્યો છે. રાજકોટ બ્રાંચ દ્વારા તા. ૧૦થી ૧ર સુધી એરપોર્ટ કોલોની ગેટ નજીક ભૂખ હડતાલ ઉપર બેઠા તે તસ્વીરમાં નજરે પડે છે. આંદોલન અંગે બ્રાંચ પ્રેસીડન્ટ ડી.એન. ઝાલા માર્ગદર્શન આપી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:01 pm IST)