Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

હોસ્પિટલ ચોકમાં અખબાર વિતરક રોહિત ખંધેડિયાને ચા વાળાએ સાણસીથી ફટકાર્યો

ચા પીધા બાદ ૧ રૂપિયો ઓછો આપતાં માથાકુટ થઇ

રાજકોટ તા.૧૦:સિવીલ હોસ્પિટલ ચોકમાં અખબાર વિતરકે ચા પીધા બાદ એક રૂપિયો ઓછો આપતા ચા વાળાએ સાણસીથી માર મારતા તેને સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગતો મુજબ સંત કબીર રોડ પર કનકનગર બગીચા પાસે રહેતા અખબાર વિતરક રોહિતભાઇ જયંતિભાઇ ખંધેડીયા (ઉ.વ.૪૩) સવારે હોસ્પિટલ ચોકમાં ચાના થડે ચા પીવા ગયા હતા. ચા પીધા બાદ તેણે ચાના પૈસા આપતી વખતે એક રૂપિયો ઓછો આપતા ચાવાળાએ તેની સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇને સાણસી માથાના ભાગે ફટકારી દેતા રોહિતભાઇને માથાના ભાગે ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને રોહિતભાઇને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે એ ડિવીઝન પોલીસના હેડ કોન્સ. રાજુભાઇએ તપાસ હાથ ધરી છે.(૧.૨૨)

 

(3:56 pm IST)