Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનિકસ મિડિયા એસો.ની ચૂંટણીઃ 'અકિલા'ના સંદિપ બગથરીયા પ્રમુખપદે વિજેતા

શુભેચ્છા અનરાધારઃ રાજકોટ શહેર પ્રેસ ફોટોગ્રાફર અને ઇલેકટ્રોનિક મિડિયા એસોસિએશનના પ્રમુખપદની ચૂંટણીમાં સતત ચોથી ટર્મમાં 'અકિલા'ના ફોટોગ્રાફર સંદિપ બગથરીયા વિજેતા થતાં શુભેચ્છાઓનો ધોધ વરસ્યો છે. તસ્વીરમાં શુભચ્છા સમારોહમાં પ્રમુખ સંદિપ બગથરીયા સાથે હોદ્દેદારો અને શુભેચ્છા પાઠવતાં સ્વજનો, મિત્રો તથા બહેન કોમલબેન પ્રશાંતકુમાર ગોંડલીયા, રિન્કુબેન નિરવકુમાર વાઘેલા સપરિવાર જોઇ શકાય છે. અન્ય તસ્વીરોમાં સંદિપ બગથરીયાથી ખભે ઉંચકી લેવાયા તે તથા સીટી ન્યુઝના નિતીન નથવાણી સહિતનાએ હારતોરા કર્યા તે ખુશખુશાલ પળો જોઇ શકાય છે. ચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે આજકાલના દિગુભા ઝાલા, હેલો સોૈરાષ્ટ્ર ન્યુઝ નેટવર્કના પ્રવિણસિંહ ઝાલા, ટાઇમ્સના રમેશ ટંકારીયા, સંદેશન ચેનલના કલ્પેશ ગોહેલ  અને રાજાભાઇ ચાવડાએ સેવા બજાવી હતી. (ફોટોઃ પ્રિન્સ બગથરીયા)

રાજકોટ તા. ૧૦ :.. ભૂકંપ પછીના એ કાળાગોઝારા દિવસો, પિતા અશોકભાઇ બગથરીયા સાથે રાજકોટથી 'અકિલા'ની ટીમ સાથે નીકળ્યા પછી જે દ્રશ્યો જોયા ત્યારથી જ ગળથૂથીમાં પ્રેસ ફોટોગ્રાફર તરીકે જીવન સમર્પિત કરનાર સંદિપ અશોકભાઇ બગથરિયા સતત ચોથી ટર્મમાં 'રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનિક મીડિયા' એસોસીએશનના પ્રમુખ તરીકે ચૂંટણીમાં વિજેતા થયેલ છે. 'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રી સંદિપ બગથરિયાને આશિર્વાદ સાથે શુભેચ્છા પાઠવી છે.

રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનિકસ મીડીયા એસોસીએશનની ચૂંટણી યોજાઇ હતી. પ્રમુખ તરીકે મુખ્ય બે દાવેદારોમાં 'અકિલા' દૈનિકના યુવા ફોટોગ્રાફર શ્રી સંદિપ અશોકભાઇ બગથરિયા અને સામે હરિફમાં શ્રી કરણ વાડોલિયાની  પેનલ હતી. જેમાં શ્રી સંદિપ બગથરીયા બહુમતીથી ચૂંટાયા હતાં.

એસોસીએશનમાં પ્રમુખશ્રી સંદિપ બગથરીયા ઉપરાંત ઉપપ્રમુખપદે સર્વશ્રી રાજુભાઇ વાડોલિયા (આજકાલ), વિપુલભાઇ બોરીચા (સંદેશ ન્યુઝ), મંત્રીપદે પ્રવિણભાઇ સેદાણી (જયહિન્દ દૈનિક અને ગુજરાત મીરર) તથા પ્રવિણભાઇ પરમાર (અબતક ચેનલ) તેમજ સહમંત્રીપદે નિશુભાઇ કાચા (ફુલછાબ દૈનિક) તથા ઘનશ્યામભાઇ કાચા (ઇ-ટીવી), ખજાનચી તરીકે જયેશભાઇ ટંકારીયા (સંદેશ દૈનિક) અને જયેશભાઇ રાવરાણી (સીટી ન્યુઝ) ની વરણી થઇ છે. જયારે સલાહકાર તરીકે રમેશભાઇ ટંકારીયા (ટાઇમ્સ ઓફ ઇન્ડીયા), પ્રવિણસિંહ ઝાલા (હેલો સૌરાષ્ટ્ર) અને ઉદય પવાર (જી-ગુજરાતી ર૪ કલાક) તરીકે વરણી થઇ છે.

નોંધનીય છે કે, રાજકોટના મીડિયા જગતમાં પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટેનિકસ એસોસીએશનના પ્રમુખ તરીકે ચૂંટાયેલા સંદિપભાઇ બગથરીયા સતત ચોથી ટર્મથી પ્રમુખ તરીકે વરાયા છે. તેમના પિતા શ્રી અશોકભાઇ બગથરીયાએ પહેલા સતત ૯ વર્ષ પ્રમુખ તરીકે રહ્યા હતાં. રાજકોટના અખબારી આલમમાં પ્રેસ ફોટોગ્રાફર તથા 'અકિલા' પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા અશોકભાઇ બગથરીયાની તટસ્થ નીતિમત્તાનો વારસો જાળવીને પ્રમુખ બનેલા શ્રી સંદિપ બગથરીયાને 'અકિલા' પરિવારના  મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ શુભાષિશ પાઠવ્યા હતાં. એસોસીએશનના નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છા આપવા માટે સીટી ન્યુઝના નીતિનભાઇ નથવાણી, પૂર્વ ડેપ્યુટી મેયર ભીખાભાઇ વસોયા સહિતના આગેવાનો દ્વારા નવનિયુકત પદાધિકારીઓને અભિનંદન આપવા શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પ્રેસ ફોટોગ્રાફર એસોસીએશનની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજાય છે. બગથરીયા પરિવારની ત્રીજી પેઢીના ચિ. પ્રિન્સ બગથરીયા પણ ફોટોગ્રાફરના ફિલ્ડમાં આવવા તૈયાર છે.

(3:47 pm IST)