Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સંવેદના ગ્રુપ દ્વારા બુધવારે સમૂહ લગ્નોત્સવ

સર્વજ્ઞાતિ ઉત્સવમાં ૭ કન્યાઓ ફેરા ફરશે* ૧૫૦ વસ્તુઓ કરિયાવરમાં અપાશે* રકતદાન કેમ્પનું પણ આયોજન

'અકિલા'ના એકિઝકયુટીવ એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે વી.ડી.બાલા તથા સંવેદના ગ્રુપના ધવલ સારણિયા, જયદીપ હિંગુ, અશોક વડગામા, મનિષ સંચાણિયા, મનિષ પંડયા નજેર પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

સંવેદના યુવા ગ્રુપ દ્વારા આગામી તા. ૧ર બુધવારના રોજ સાત (૭) આર્થિક રીતે નબળા પરિવારની દિકરીઓના સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. વરપક્ષ કે કન્યાપક્ષ એકપણ પક્ષ પાસેથી એકપણ રૂપિયો ફી લીધા વગર નિઃશુલ્ક સમૂહ લગ્ન કરવામાં આવે છે.

સમાજની દરેક જ્ઞાતિઓમાં એકતા વધે સમગ્ર સમાજ સંપઅસેવા-સહકારથી હળીમળીને રહે તે હેતુથી સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સંવેદના યુવા સોશ્યલ ગ્રુપનો ઉદ્ેશ જ સંપ-સેવા અને સહકારની ભાવના છે.

આ સમૂહ લગ્નમાં વધુમાં વધુ લોકો ભાગ લઇ શકે તે હેતુથી ૧૪૦૦ વ્યકિતઓને આમંત્રીત કરવામાં આવ્યા છે. દરેક દિકરીઓને કુલ ૧પ૦ વસ્તુઓની ભેટ કરીયાવરરૂપે આપવામાં આવશે. આ ઉપરાંત મેરેજ સર્ટીફીકેટ પણ અમારા ગ્રુપ દ્વારા જ અપાવવામાં આવશે.

છેલ્લા છ માસથી સમગ્ર ગ્રુપની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ પ્રસંગ ગાયત્રીનગર, આર.એમ.સી. મેદાનમાં યોજાશે.

બુધવારના રોજ સમૂહ લગ્ન ઉપરાંત જેમાં રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકની ટીમ કાર્યરત રહેશે. આ રકત થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને નિઃશુલ્ક આપવામાં આવશે.

સંવેદના ગ્રુપ દ્વારા વી.ડી.બાલા ના માર્ગદર્શન અને પ્રેરણાથી આ સમુહ લગ્નોત્સ્વમાં સંવેદના યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા મહેમાન-સગા-સંબંધીઓને ચકલીના માળા વિતરણ કરી આજના સમયમાં નાશપ્રાય થતી ચકલીઓને બચાવવાનો સંદેશ પણ આપવામાં આવશે.

સ્વચ્છતા અને વ્યસન મુકિતઃ- લોકોના સહકારથી કાયમી ધોરણે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહયું છે.

સંવેદના યુવા સોશ્યલ ગ્રુપના આયોજકોઃ- ધવલ સારણિયા, જયદીપ હિંગુ -મો. ૯૬૩૮૨૦૭૩૭૭ અશોક વડગામા, મનિષ સંચાણિયા, મનિષ પંડયા વગેરે જહેમત ઉઠાવે છે. સંવેદના યુવા સોશ્યલ ગ્રુપની વિવિધ પ્રવૃતિઓ ચાલે છે, જેમાં સમુહ લગ્નોત્સવ, જન્માષ્ટમી નિમિતે મિઠાઇ-ફરસાણ વિતરણ, ગરીબ બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા, શેરી રમતો-બાળકો માટે આ ઉપરાંત ગાયત્રી મહિલા ધૂન મંડળ, હોળી, ધૂળેટી, જન્માષ્ટમી ક્રિષ્ન મહોત્સવ, ગણેશોત્સવ, ગરબી જેવા ઉત્સવો પણ ઉજવવામાં આવે છે.

(3:44 pm IST)