Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ચેક રિટર્નના કેસમાં આરોપીને વ્હોટસ- એપથી સમન્સની બજવણી કરવા હુકમ

રાજકોટ, તા. ૧૦ : રાજકોટમાં ફાયનન્સનો વ્યવસાય કરતી વૈશાલી સિકયોરીટી પ્રાઇવે લિમિટેડની લોનની લેણી રકમ વસુલવા નેગો. ઇન્સ્ટ્રુમેંટ એકટ નીચે રાજકોટની સ્પેશિયલ નેગો. કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદમાં આધુનિક ઝડપી કાર્યવાહીને હેતુ ફરીયાદી કંપનીની વ્હોટસએપથી આરોપીને સમન્સની બજવણી કરવા માંગણી કરતી અરજી આપેલ જે અરજી મજુર કરતા કોર્ટેે સમન્સ બજવણી પરવાનગી હુકમ ફરમાવેલ હતો.

રાજકોટમાં ફાયનન્સનો વ્યવસાય કરતી વૈશાલી સિકયોરીટી પ્રાઇવેટ લિમિટેડમાંથી જયેશ મીઠાલાલ સૂરોજાને નાણાકીય જરૂરીયાત માટે પર્સનલ લોન મેળવેલ જે પૂરી લોન ભરપાઇ કરેલ નહીં બાકી લોનની રકમ ૪૯પ૦૦ વસુલવા લીગલ નોટીસ આપ્યા બાદ પણ લોન ભરપાઇ ના કરતા વૈશલી કિયોરીટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જયેશ મીઠાલાલ સુરોજા વિરૂદ્ધ રાજકોટની નેગોસિયેબલ સ્પેશીયલ કોર્ટમાં તા. ર૪-૯-ર૦૧૮ના રોજ ફોજદારી કેસ નં. ૧૧ર૬પ/ર૦૧૮ દાખલ કરેલ જે કેસ દાખલ રજીસ્ટેરે કોર્ટ લેતા આરોપી હાજર રહેવા સમન્સ ઇશ્યુ કરવા હુકમ ફરમાવેલ. વૈશાલી સિકયોરીટી પ્રાઇવેટ લીમીટેડ દ્વારા વ્હોટસએપ સોશિયલ મોબાઇલ એપ્લિકેશનથી આરોપીને સમન્સ બજવણી કરવા અરજી ગુજારેલ. કેસોનું ભારત ઝડપી કાર્યવાહી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી હોય તેમજ વ્હોટસએપ દ્વારા સન્માન મોકલવા ને ઝડપી કાર્યવાહી માટે જરૂરી અને યોગ્ય છે જે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અનેક કેસોમાં માન્યતા મળેલ છે જેનો લાભ હાલના કેસમાં મળવો જોઇએ એવી રજુઆત અરજીમાં કરેલ.

આથી કોર્ટ દ્વારા આરોપીને વ્હોટસએપથી સમન્સ કરવા પરવાનગી આપેલ ને બજવણી થયા અંગેનો પુરાવો રજૂ રાખવા હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં ફરીયાદી વૈશાલી સિકયોરીટી પ્રાઇવેટ લિમિટેડ વતી રાજકોટના ધારાશાસ્ત્રીશ્રી દિપેશ એન. પાટડીયા અને અભય એચ. ખખ્ખર રોકાયેલ હતાં. (૮.૬)

(3:43 pm IST)