Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો ધોરાજીનો કનુ વાંક પકડાયો

આર.આર. સેલની ટીમે કાઠી દરબાર શખ્સને નાની પરબડીથી દબોચ્યો

રાજકોટ, તા. ૧૦ :. ધોરાજી પંથકમાં વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા કાઠી દરબાર શખ્સને આર.આર. સેલની ટીમે ધોરાજીના નાની પરબડી ગામેથી ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ જીલ્લામાં અલગ અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા તેમજ પેરોલ-ફર્લો પરથી જમ્પ થયેલ આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડીઆઈજી સંદીપસિંહએ આર.આર.સેલના પીએસઆઈ એમ.પી.વાળાને સૂચના આપતા આર.આર. સેલના નરેન્દ્રસિંહ રાણા અને મનીષભાઈ વરૂને મળેલી બાતમીના આધારે ધોરાજીમાં દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર કનુભાઈ વાજસુરભાઈ વાંક (રે. નાની પરબડી, દરબાર ફળીયુ, તા. ધોરાજી)ને નાની પરબડી ગામેથી પકડી લીધો હતો.(૨-૧૧)

(3:43 pm IST)