Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સિવિલ હોસ્પિટલમાં વન-વેના નિયમનું પાલન કરાવવામાં ભારે લમણાઝીંકઃ ચાલકે પરાણે ઇન ગેઇટમાંથી પોલીસવેન બહાર કાઢી!

સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગને કારણે કમ્પાઉન્ડમાં ઠેર-ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોઇ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ ખાનગી વાહનોની અવર-જવર માટે ખાસ નિયમો બનાવ્યા છે. એસબીઆઇ સામેના મુખ્ય ગેઇટમાંથી વાહનોને એન્ટ્રી અપાય છે અને જામનગર રોડ રેલ્વે હોસ્પિટલ સામેના ગેઇટમાંથી આ વાહનોને બહાર નીકળવા દેવામાં આવે છે. ખાનગી વાહનો કે જે જામનગર રોડથી અંદર પ્રવેશી એસબીઆઇ વાળા ગેઇટમાંથી બહાર નીકળી જતાં હતાં તેવા વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ મુકાયો છે. સવારે અને બપોર પછી ઓપીડીના સમયે આ નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. આ કારણે કમ્પાઉન્ડની ટ્રાફિક જામની સમસ્યા ખુબ જ હળવી થઇ ગઇ છે. વ્યવસ્થિત વાહન પાર્કિંગના નિયમો પણ કડક બનાવાયા છે. સિકયુરીટી દ્વારા આ બાબતે ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે. પરંતુ એસબીઆઇ તરફના ગેઇટમાંથી બહાર નીકળવા માટે અનેક વાહનચાલકો રોજબરોજ સિકયુરીટી ગાર્ડ સાથે માથાકુટ પર ઉતરી આવે છે. આજે એક પોલીસવેનના ચાલકે પરાણે ઇન ગેઇટમાંથી પોલીસની ગાડી બહાર કાઢી હતી. તેની પાછળ બીજા ટુવ્હીલર સહિતના વાહનોના ચાલકોએ પણ ઘુસી જવા માથાકુટ કરી હતી. પણ સિકયુરીટીએ કડક નિયમનું પાલન કરાવી આ વાહનચાલકોને જામનગર રોડ તરફના ગેઇટમાંથી જ બહાર નીકળવા જણાવ્યું હતું. તસ્વીરમાં ગેઇટ પર સિકયુરીટી સ્ટાફ અને પોલીસની વેન પરાણે બહાર નીકળી તે જોઇ શકાય છે (૧૪.૮)

(3:40 pm IST)