Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

યાજ્ઞિક રોડ પર આંગડીયા પેઢીની ઓફિસમાં ભીષણ આગ

રાજકોટઃ. યાજ્ઞિક રોડ પર ઈમ્પીરીયલ પેલેસ હોટલની સામે આવેલી પી.એમ. એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીની ઓફિસમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બાદ આંગડીયા પેઢીના મનીષભાઈ રાજદેવે જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગમાં ઓફિસમાં રાખેલા ટીવી, સોફાસેટ, ખુરશી, પંખો સહિત બળી ગયા હતા. આગ એસીમાં શોટસર્કિટના કારણે અને તેમા આશરે ૬૦ હજારનું નુકસાન થયુ હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૨૦)

(3:39 pm IST)