Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ફુલવાડી પાર્કમાં ડામર રોડનું ખાત મુહુર્ત કરતા અંજલીબેન રૂપાણી

 રાજકોટ : વોર્ડ નં. ૧૦ ના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસ કાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્ય સાંઇ રોડ પર આવેલ ફુલવાડી પાર્કમાં ડામર રોડનું ખાત મુહુર્ત મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, તથા ફુલવાડી પાર્ક સોસાયટીના રમેશભાઇ, ભાવેશભાઇ, રાજેશભાઇ, વિજયભાઇ, હર્ષદભાઇ, પ્રવિણભાઇ, મહેશભાઇ, અશ્વિનભાઇ, જયંતિભાઇ, મનોજભાઇ, નિલેશભાઇ, કિરણભાઇ, તથા ગીતાબેન, ચંપાબેન, જયાબેન, નિર્મળાબેન, રીટાબેન, ભાવનાબેન, અરૂણાબેન, વર્ષાબેન, સહિતના ભાઇઓ - બહેનો સ્થાનીક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(3:38 pm IST)