Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સોૈરાષ્ટ્ર યુનિ. પદવીદાન સમારોહ : ડો. માનસી સેજપાલ (કારિયા) ને ગોલ્ડ મેડલ

રાજકોટ તા ૧૦ : સોૈરાષ્ટ્શ્ર યુનિવર્સિટી દ્વારા એપ્રિલ-૨૦૧૮માં લેવામાં આવેલી એમ.ડી. એનેસ્થેસીયા બ્રાંચ-પ જી પરીક્ષામાં જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની અને રાજકોટની વતની ડો. માનસી હિતેષભાઇ સેજપાલ (ડો. ભર્ગ કારિયાના પત્ની) એ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન હાંસલ કરતાં યુનિવર્સિટી કેમ્પસ પર યોજાયેલા પદવીદાન સમારોહમાં તેને ગવર્નર ઓ.પી.કોહલી અને શિક્ષણ વિભાગના રાજય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવેની ખાસ ઉપસ્થિતિમાં ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.

(12:06 pm IST)