Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

એનીમલ વેલ્ફેર બોર્ડના સભ્ય ગિરીશભાઇ શાહની ઉપસ્થિતીમાં

કાલે રાજકોટમાં જીવદયા સંસ્થાઓ અને પાંજરાપોળ સંચાલકોની મીટીંગ

રાજકોટ તા. ૧૦ : રાજયના અનેક વિસ્તારોમાં પાણીની અછતથી દુષ્કાળ જેવી સ્થિતીનું નિર્માણ થતા પશુઓની હાલત ચિંતાજનક બની છે. માલધારીઓ, પશુપાલકોને હિજરત કરવાની ફરજ પડી રહી છે. ત્યારે આવી સ્થિતીમાં અબોલ પશુઓના નિભાવની વ્યવ્સ્થા કરવા જીવદયાપ્રેમીઓને એક અગત્યની મીટીંગ કાલે તા. ૧૧ ના મંગળવારે રાજકોટ ખાતે એનિમલ હેલ્પલાઇન દ્વારા યોજવામાં આવી છે.

એનીમલ વેલફેર બોર્ડના સભ્ય અને વૈશ્વક સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહની ઉપસ્થિતીમાં કાલે તા. ૧૧ ના મંગળવારે રાત્રે ૮ વાગ્યે કોકા ગેલેરી, હોટલ કોકા પાસે, ડો. યાજ્ઞિક રોડ, ડી.એચ. કોલેજની બાજુમાં, રાજકોટ ખાતે મળનાર આ મીટીંગમાં ઘાસચારા, પાણીની વ્યવસ્થા માટે ભંડોળ એકત્ર કરવા, સરકારની યોજનાઓનો પશુ નિભાવ કરતી સંસ્થાઓને લાભ અપાવવા તેમજ પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી યોગ્ય ઉપાયોની દીશામાં આગળ વધવા નિર્ણયો લેવાશે.

સુષુપ્ત અવસ્થામાં રહેલા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ અને સ્ટેટ મુદ્દાઓ પર પરીણામલક્ષી ઘનિષ્ઠ વિચારણા કરશાશે. સંમેલનમાં જુદા જુદા ઠરાવો પણ કરાશે. ગીરીશભાઇ શાહ ખાસ મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે. સંમેલનના અંતમાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ છે.

સંમેલનમાં અંદાજે પ૦૦ જેટલા ગૌશાળા, પાંજરાપોળોના સંચાલકો ભાગ લેશે તેવી તૈયારી રાખવામાં આવી છે. જીવદયા સંમેલનમાં સૌને પધારવા એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), રાજુભાઇ શાહ, રમેશભાઇ ઠકકર, ઘનશ્યામભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩), એડવોકેટ કમલેશભાઇ શાહ, ધીરેન્દ્ર કાનાબાર, રજનીભાઇ પટેલે જાહેર અનુરોધ કરેલ છે.

(12:04 pm IST)